ટેક દિગ્ગજ એલન મસ્ક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના નફામાં લાવવા માટે નવા નવા પ્રયોગ કરી રહ્યા છે. હવે તેમણે જૂના અને નિષ્ક્રિય યુઝરનેમને વેચવા એક નવી પદ્ધતિ અપનાવી છે, જેમાં પ્લેટફોર્મ સિવાય પણ તમને આવક મળશે. મસ્કની યોજના છે કે આ યુઝરનેમ્સની નીલામી દ્વારા સૌથી ઉંચી બોલી લગાવવા વાળાને વેચવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે આ પગલું એક્સ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનને વધારો આપવાની રણનીતિનો ભાગ છે.
શું છે એલમ મસ્કનો નવો પ્લાન?
એક્સ પ્લેટફોર્મ પર લાખો એવા એકાઉન્ટ્સ જે વર્ષોથી નિષ્ક્રિય છે,પરંતુ તેમના યુઝરનેમ ખૂબ જ યુનિક છે. એલન મસ્ક હવે આ યુઝરનેમ્સને હેન્ડલ માર્કેટપ્લેસના માધ્યમથી વેચવા જઇ રહ્યો છે. આ માર્કેટપ્લેસમાં બે પ્રકારની કેટેગરી હશે. પહેલુ છે પ્રાયોરિટી હેન્ડલ જે પેડ યુઝર્સ માટે ફ્રી ઉપલબ્ધ થશે. અને બીજુ છે દુર્લભ અને આકર્ષક યુઝરનેમ્સ વાળા રેર હેન્ડલ જે નીલામી દ્વારા વેચવામાં આવશે.રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક યુઝરનેમ્સની કિંમત 8 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ તેમની યુનિકનેસ અને લોકપ્રિયતા પર નિર્ભર કરશે.
ફાયદો માત્ર પ્રીમિયમ યુઝર્સને મળશે
આ સુવિધા ફક્ત એક્સ પ્રીમિયમ અને પ્રીમિયમ બિઝનેસ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે. જો કોઈ યુઝર નવુ યુઝરનેમ ખરીદે છે, તો તેનો જૂનુ યુઝરનેમ નિષ્ક્રિય થઈ જશે, પરંતુ અન્ય કોઈને આપવામાં નહીં આવે. જો કોઈ યુઝર પોતાનુ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન રદ કરે, તો તેનું યુઝરનેમ ફરી સામાન્ય સ્થિતિમાં પરત આવશે.
ગ્રોક AI અને અન્ય ફીચર્સ સાથે વધશે પ્રીમિયમ પ્લાનનું આકર્ષણ
એક્સ પ્રીમિયમ યુઝર્સને પહેલાથી જ ગ્રોક એઆઈ ચેટબોટ, એડિટ બટન, વેરિફાઈડ બ્લૂ ટિક અને પોસ્ટ રીચમાં પ્રાથમિકતા જેવી સુવિધાઓ મળી રહી છે। હવે યુઝરનેમ માર્કેટપ્લેસ ઉમેરવાથી મસ્ક તેને વધુ આકર્ષક બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
સ્પેમ બોટ્સ સામે કાર્યવાહી ચાલુ
એલોન મસ્ક લાંબા સમયથી પ્લેટફોર્મ પર સ્પેમ બોટ્સ અને ફેક એકાઉન્ટ્સની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક્સના પ્રોડક્ટ હેડ નિકીતા બિયરના જણાવ્યા મુજબ, કંપની અત્યાર સુધીમાં 17 લાખથી વધુ ઓટોમેટેડ બોટ્સને દૂર કરી ચૂકી છે. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં યુઝર્સને DMs અને પ્લેટફોર્મ ઉપયોગમાં વધુ સારો અનુભવ મળશે.
મસ્કના એક તીરથી બે નિશાન
મસ્કનું આ પગલું એક તરફ પ્લેટફોર્મને નવો આવક સ્ત્રોત આપશે, અને બીજી તરફ નિષ્ક્રિય એકાઉન્ટ્સનો ઉપયોગ પણ સુનિશ્ચિત કરશે. એક્સને વધુ વિશ્વસનીય અને સ્વચ્છ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.