પ્રાઈવેટ સેક્ટરની યસ બેન્કને મહારાષ્ટ્રના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ તરફથી નવી નોટિસ મળી છે, જેમાં કુલ ₹63,26,98,888 (અંદાજે ₹63.26 કરોડ)ના ટેક્સ અને દંડની માગની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઓર્ડર નાણાકીય વર્ષ જુલાઈ 2017થી જૂન 2018 સુધીના સમય માટે છે અને CGST એક્ટ, 2017ની કલમ 107(11) હેઠળ પસાર કરવામાં આવ્યો છે.
કેટલો થયો દંડ?
બેન્કે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આ નોટિસ અગાઉના ઓર્ડર-ઇન-ઓરિજિનલનો અપડેટ છે, જેમાં પણ આ જ રકમની માગ કરવામાં આવી હતી. બેન્કના જણાવ્યા મુજબ, ઓર્ડર-ઇન-અપીલમાં કોઈ નવી અથવા વધારાની માગ કરવામાં આવી નથી, પરંતુ અગાઉની માગને જ પુષ્ટિ કરવામાં આવી છે. કુલ દાવામાં ₹31.63 કરોડ ટેક્સ અને એટલી જ રકમ દંડ તરીકે સામેલ છે.
