આજના જમાનામાં અમીર કોણ નથી બનવા માગતુ.પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જે અમીર બનવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવે છે. પરંતુ એક રસ્તો એ પણ છે જેમાં રોકાણ કરીને તમે ઘરે બેઠાં જ અમીર બની શકો છો.જી હાં, કદાચ આ શબ્દો તમને આશ્ચર્ય પમાડતા હશે. પરંતુ તમે કોઇ પણ જોખમ વગર લાંબી અવધિમાં મોટી અને ટેક્સ ફ્રી રકમ મેળવી શકો છો.તેના માટે સરકારની પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે PPF તમારાં માટે કોઇ જેકપોટથી ઓછી નથી. સાચા અને સરખા પ્લાનિંગને કારણે તમે 15 વર્ષમાં 40 લાખથી વધુની રકમ મેળવી શકો છો.

15 વર્ષમાં બની શકે છે 40 લાખ રૂપિયાથી વધારાનુ ફંડ

PPFનું અવધિ 15 વર્ષની છે. તેમાં તમે વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જો કોઈ રોકાણકાર દર વર્ષે 1.5 લાખ રૂપિયા મૂકે, તો 15 વર્ષમાં તેને 40 લાખ રૂપિયા કરતાં વધુની ટેક્સ-ફ્રી રકમ મળી શકે છે. આ રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે તે માર્કેટના ઉતાર-ચઢાવથી અસરગ્રસ્ત નથી થતી.

ટેક્સમાં પણ મળે છે જોરદાર ફાયદો

PPF ભારતની કેટલીક પસંદગીની યોજનાઓમાંની એક છે, જે EEE (Exempt-Exempt-Exempt) કેટેગરીમાં આવે છે. એટલે કે રોકાણ પર ટેક્સ છૂટ (સેકેશન 80C હેઠળ 1.5 લાખ સુધી), વ્યાજ પર ટેક્સ નહીં અને મેચ્યુરિટી પર મળતી આખી રકમ પણ ટેક્સ-ફ્રી. એટલા માટે PPF કરતાં વધુ સુરક્ષિત ટેક્સ સેવિંગ વિકલ્પ શોધવો મુશ્કેલ છે.

કોણ PPF અકાઉન્ટ ખોલાવી શકે?

ભારતનો કોઈ પણ નાગરિક પોતાના નામે PPF અકાઉન્ટ ખોલી શકે છે. બાળકોના નામે પણ અકાઉન્ટ ખોલાવી શકો છે, જેને માતા-પિતા ચલાવશે. NRI લોકો નવું PPF અકાઉન્ટ ખોલી શકતા નથી, પરંતુ જૂના એકાઉન્ટ મેચ્યોરિટી સુધી ચાલુ રહી શકે છે.

લોનની સુવિધા પણ ઉપલબ્ધ

PPFમાં ફક્ત પૈસા જમા જ નહીં, પણ જરૂર પડે ત્યારે ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષ વચ્ચે લોન પણ મેળવી શકાય છે.

PPF પર 7.1% વાર્ષિક વ્યાજ મળે છે

PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જે સરકાર દ્વારા સંચાલિત એક લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ ખાસ કરીને તેમના માટે બનાવાઈ છે, જે ઓછું જોખમ લેવાનું પસંદ કરે છે અને સુરક્ષિત રિટર્ન ઇચ્છે છે. આ સ્કીમમાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને દર વર્ષે સરકાર દ્વારા નક્કી કરાયેલ વ્યાજ મળે છે. હાલમાં PPF પર 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.

ડિસ્ક્લેમર: આ કોઈ રોકાણની સલાહ નથી, માત્ર તમારા જાણ માટેની માહિતી છે. પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો, કેમ ઠપ થયા ઓપરેશન? જાણો વિગતવાર