જો તમે એવા રોકાણની શોધમાં છો જે સુરક્ષિત હોય અને સારું વળતર આપે, તો પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ તમારા માટે યોગ્ય હોઈ શકે છે. સરકારી ગેરંટી દ્વારા સમર્થિત, આ સ્કીમ માત્ર સલામત જ નથી પણ કરમુક્ત કમાણી માટે એક ઉત્તમ તક પણ આપે છે.
PPF યોજનાના ત્રણ સૌથી મોટો ફાયદો
જો તમે આ સ્કીમમાં દર મહિને રૂ12,500 (વાર્ષિક રૂ1.5 લાખ)નું રોકાણ કરો છો, તો તમે 15 વર્ષ પછી આશરે રૂ.40.68 લાખનું ભંડોળ એકઠું કરી શકો છો. તમારું રોકાણ આશરે રૂ22.5 લાખ હશે,અને તમને રૂ.18 લાખથી વધુનું કરમુક્ત વ્યાજ મળશે.PPF યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ત્રણ ગણી કર મુક્તિ આપે છે. આનો અર્થ એ છે કે તમારે ડિપોઝિટ,વ્યાજ અને સંપૂર્ણ મુદતની રકમ પર કોઈ કર ચૂકવવાની જરૂર નથી.આ સુવિધા ખૂબ ઓછી રોકાણ યોજનાઓમાં ઉપલબ્ધ છે.
