- મોંઘવારી જેટલી વધશે તેનાથી અઢી ગણી કમાણી વધવાની સંભાવના
- તહેવારો, આગામી ચૂંટણીઓને કારણે દેશનો જીડીપી ગ્રોથ 6.8 ટકા રહેવાની શક્યતા
- પ્રાઈવેટ ખર્ચમાં સરેરાશ 1.87 ટકાનો વધારો થવાની સંભાવના
રિઝર્વ બેન્કનાં રિપોર્ટમાં શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. 2024માં સેન્સેક્સમાં વધુમાં વધુ 37 ટકા જેટલો ઉછાળો જોવા મળી શકે છે અથવા તો 33 ટકા જેટલો ઘટાડો સંભવી શકે છે. આ સમયગાળામાં પર્સનલ લોનમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જેમાં 11.76 ટકાની વધુમાં વધુ વૃદ્ધિ કે 1.87 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. આગામી એક વર્ષમાં મોંઘવારી 1.35 ટકાનાં દરે વધી શકે છે જ્યારે કમાણીમાં 3.15 ટકાનો વધારો જોવા મળી શકે છે. આમ મોંઘવારીની સરખામણીમાં કમાણીમાં અઢી ગણો વધારો થઈ શકે છે. પ્રાઈવેટ ખર્ચમાં સરેરાશ 1.87 ટકાનો વધારો થવાની સંભાવના છે.
મોંઘવારીનો દર વધુમાં વધુ 4.1 ટકા સુધી જઈ શકે છે










