• નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
  • ડીઝલ એન્જિન પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો
  • સરકાર હાલમાં આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નીતિન ગડકરીએ SIAM (Society of Indian Automobile Manufacturers)ના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. જોકે, બાદમાં 'X' પર આ પોસ્ટ કરતી વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર હાલમાં આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.

ડીઝલ વાહનોને 'બાય-બાય' કહો

[[$googlead]]

નીતિન ગડકરીનું કહેવું છે કે ઓટો ઈન્ડસ્ટ્રીએ આ મામલે પોતાની રીતે પગલાં લેવા જોઈએ. ડીઝલ વાહનોને 'બાય-બાય' કહેવું જોઈએ. અન્યથા સરકાર તેમના પર ટેક્સ એટલો વધારી દેશે કે કંપનીઓ માટે તેમને વેચવું મુશ્કેલ બની જશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ડીઝલ એન્જિન વધારે પ્રદુષણ ફેલાવે છે અને ટેક્સ લગાવવાની માંગ પણ કરી હતી.

[[$alsoread]]

2014થી દેશમાં ડીઝલ કારની સંખ્યામાં ઘટાડો થયો છે. નવ વર્ષ પહેલા આ કુલ કારના 33.5 ટકા હતા જે હવે ઘટીને 28 ટકા થઈ ગયા છે. ગડકરીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે સરકારના આ પગલાનો હેતુ ઓટોમોબાઈલ ઉદ્યોગને ઝડપથી ડીઝલથી દૂર સ્વચ્છ અને શુદ્ધ ઈંધણ વિકલ્પો તરફ લઈ જવાનો છે.

બાદમાં નીતિન ગડકરીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે નુકસાનનું કારણ છે. તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ ઈંધણના વધુ વિકલ્પો અપનાવવા પર ભાર આપવાનો છે.

  • Follow us on: