• પ્રથમ ગોલ્ડ એટીએમ બેગમપેટ ખાતે લોન્ચ 
  • 0.5થી 100 ગ્રામ સુધીના વિવિધ સોનાના સિક્કા મળશે 
  • આગામી બે વર્ષમાં ભારતમાં 3,000 મશીનો કરશે લોન્ચ 

હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપના ટેક્નોલોજી સપોર્ટ સાથે ગોલ્ડસિક્કા, ઓપનક્યુબ ટેક્નોલોજીસે તેનું પ્રથમ ગોલ્ડ એટીએમ બેગમપેટ ખાતે લોન્ચ કર્યું છે અને તેને ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઇમ ગોલ્ડ એટીએમ ગણાવવામાં આવે છે. 

આ ATM 0.5 ગ્રામથી 100 ગ્રામ સુધીના વિવિધ સોનાના સિક્કાઓનું વિતરણ કરી શકે છે અને ગોલ્ડસિક્કાના સીઈઓનાં જણાવ્યા અનુસાર, ગ્રાહકો તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વિવિધ સોનાના સિક્કા ખરીદી શકે છે. સોનાનાં સિક્કાની કિંમત સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે અને સિક્કાઓ 999 શુદ્ધતા સાથે પ્રમાણિત ટેમ્પર પ્રૂફ પેકમાં વિતરિત કરવામાં આવે છે,"

કંપની હૈદરાબાદમાં એરપોર્ટ, જૂના શહેરમાં ત્રણ મશીનો લોન્ચ કરવાની યોજના ધરાવે છે અને તેમને કરીમનગર અને વારંગલમાં પણ લોન્ચ કરવાની છે. આગામી બે વર્ષમાં સમગ્ર ભારતમાં 3,000 મશીનો લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. તેલંગાણા મહિલા આયોગના ચેરપર્સન, સુનિતા લક્ષ્મા રેડ્ડીએ લોંચ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જેમાં અંબિકા બર્મન, ગોલ્ડસિક્કા ચેરપર્સન, પી. વિનોદ કુમાર, સીઈઓ, ઓપનક્યુબ ટેક્નોલોજીસ અને એમ શ્રીનિવાસ રાવ, ટી-હબના સીઈઓ પણ હાજર હતા.ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડે શહેર સ્થિત સ્ટાર્ટઅપ ઓપનક્યુબ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ટેક્નિકલ સપોર્ટ સાથે અહીં બેગમપેટ ખાતે આવું પ્રથમ એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે.


  • Follow us on: