- 200થી વધુ કર્મચારીઓને અસર થવાની ધારણા
- અમારા બિઝનેસના ફંડામેન્ટલ્સ કામ નથી કરી રહ્યા
- નફો વધારવાની વ્યૂહરચના હેઠળ કર્મચારીઓ છુટા કર્યા
ભારતીય સ્ટાર્ટઅપ્સમાં છટણીની લહેર સતત વધી રહી હોવાથી, હવે હેલ્થટેક સ્ટાર્ટઅપ મોજોકેરને પણ અસર થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ નફો વધારવાની વ્યૂહરચના હેઠળ તેના 80% થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
અહેવાલો અનુસાર, મોજોકેરમાં મોટાપાયે છટણીથી 200થી વધુ કર્મચારીઓને અસર થવાની ધારણા છે, જોકે સ્ટાર્ટઅપની નજીકની વ્યક્તિએ દાવો કર્યો છે કે આ સંખ્યા 150-170 કર્મચારીઓની નજીક છે.










