- ગત કેટલાક સમયથી ખાદ્યતેલ, શાકભાજી સહિતની ચીજોના ભાવમાં વધારો થયો છે
- સસ્તી ગણાતી દાળ પણ હવે 20 ટકા મોંઘી થઈ જતા જનતાની પહોંચથી દૂર થઈ
- ખાવા-પીવાની ચીજોના ભાવમાં સતત વધારો યથાવત્
અત્યારે જનતા પર કમરતોડ મોંઘવારીનો માર પડી રહ્યો છે. બજારમાં એક પછી એક ચીજો મોંઘી થઈ રહી છે. શાકભાજી, દાળ, લોટ તમામના ભાવ વધી ગયા છે. વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે વરસાદમાં ભજિયાનો આનંદ લેવો મોંઘો પડી શકે છે. કારણ કે, હવે સિંગતેલ બાદ અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, ખાદ્યતેલની કિંમત ગત એક વર્ષમાં આશરે 30 ટકા વધી ગઈ છે. એટલે કે, 100 રૂપિયા પ્રતિ લિટર મળતું તેલ હવે 130 રૂપિયા પ્રતિ લિટરે તેલ વેચાણથી મળી રહ્યું છે.
સસ્તી દાળ પણ 20 ટકા મોંઘી થઈ
એક કહેવત છે, દાળ અને રોટલી ખાઓ અને ભગવાનના ગુણગાન ગાઓ. પરંતુ મોંઘવારીથી દાળ અને રોટલી પણ બચી નથી. ગયા મહિને જાહેર થયેલા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં કઠોળ 20 ટકા મોંઘી થઈ છે. લોટના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં સાબુ, હેર ઓઈલ જેવી રોજબરોજની વસ્તુઓના ભાવમાં 2 થી 17 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે આવનારા સમયમાં મોંઘવારી વધુ ફટકો પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રોજિંદી જરૂરિયાતોને લગતી ચીજવસ્તુઓ મોંઘવારીથી ત્રસ્ત છે. દાળ, લોટ, તેલ, ડુંગળી વગેરે વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. એટલું જ નહીં સાબુ, હેર ઓઈલ વગેરે પણ મોંઘા થઈ ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ઘણી જરૂરી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે.
ભાવવધારો થવાનું કારણ જાણો
મળતી માહિતી અનુસાર, મોંઘવારીમાં હજી વધારો થશે. વધતો ખર્ચ, ખરાબ હવામાન અને સરકારની દખલગીરી હોવાનું કહેવાય છે. ખાદ્યતેલ મોંઘું થવા પાછળનું કારણ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો અને વૈશ્વિક કિંમતોમાં વધારો છે. તે જ સમયે, હવામાનમાં ફેરફાર અને સપ્લાય ચેઈન પડકારોને કારણે, ડુંગળી અને ટામેટાના ભાવમાં વધારો થયો છે.
આગામી દિવસોમાં ફુગાવો વધશે
આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. આનું કારણ માંગમાં વધારો અને વધતો ખર્ચ છે. દૂધ, ડેરી ઉત્પાદનો, મોસમી ફળો અને પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોના ભાવમાં થોડાક સમયમાં વધારો થઈ શકે છે. આ પૈકી, ફુગાવાનું કારણ ઉત્પાદન અને વિતરણ સંબંધિત ખર્ચમાં વધારો છે.