જો તમે રજાઓનું આયોજન કરી રહ્યા છો અને તમારા રોકાણ માટે OYO રૂમ્સ બુક કરવા માંગતા હોય તેમના માટે મહત્વના સમાચાર છે. Oyo Rooms એ નવા વર્ષે તેની ચેક ઇન પોલિસી બદલી છે. Oyo નવી ચેક-ઇન પોલિસી મુજબ હવેથી અપરિણીત યુગલોને ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેની શરૂઆત કંપનીએ મેરઠથી કરી છે. Oyo એ મેરઠની બધી જ ભાગીદાર હોટલ માટે નવી 'ચેક-ઇન' નીતિ લાગુ કરી છે.
મેરઠ શહેરથી નવી નીતિની શરૂઆત
Oyo એ પાર્ટનર હોટલ માટે નવી ચેક-ઈન પોલિસી શરૂ કરી છે. નવી નીતિ હેઠળ હવે અપરિણીત યુગલોને ઓયો હોટલના રૂમમાં ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે હોટલમાં માત્ર પતિ-પત્ની જ રૂમ લઈ શકશે. સુધારેલી નીતિ હેઠળ, તમામ યુગલોને 'ચેક-ઈન' સમયે તેમના સંબંધનો માન્ય પુરાવો આપવો પડશે. આમાં ઓનલાઈન બુકિંગ પણ આ નિયમ સામેલ છે. કંપનીએ કહ્યું કે Oyoએ તેની ભાગીદાર હોટલોને સ્થાનિક સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમની વિવેકબુદ્ધિથી અપરિણીત યુગલો પાસેથી બુકિંગ નકારવાનો અધિકાર આપ્યો છે.
મેરઠમાં સામાજિક જૂથો તરફથી સારો પ્રતિસાદ
ઓયોએ મેરઠમાં તેની ભાગીદાર હોટલોને તાત્કાલિક અસરથી આની ખાતરી કરવા સૂચના આપી છે. પોલિસીમાં ફેરફારથી પરિચિત લોકોએ કહ્યું કે ગ્રાઉન્ડ રિસ્પોન્સના આધારે કંપની તેને વધુ શહેરોમાં વિસ્તારી શકે છે. તેમણે કહ્યું કે, ઓયોને આ મુદ્દાને ઉકેલવા માટે ખાસ કરીને મેરઠમાં સામાજિક જૂથો તરફથી પણ પ્રતિસાદ મળ્યો હતો. આ સિવાય કેટલાક અન્ય શહેરોના રહેવાસીઓએ પણ માંગ કરી છે કે અપરિણીત યુગલોને ઓયો હોટલમાં ચેક-ઈન કરવાની મંજૂરી ન આપવી જોઈએ.
સમાજ સાથે મળીને કામ કરવાની અમારી જવાબદારી
OYO ઉત્તર ભારતના એરિયા હેડ પવન શર્માએ જણાવ્યું હતું કે, OYO સુરક્ષિત અને જવાબદાર હોસ્પિટાલિટી પ્રેક્ટિસ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે વ્યક્તિગત સ્વતંત્રતાઓનો આદર કરીએ છીએ, પરંતુ અમે આ બજારોમાં કાયદા અમલીકરણ અને નાગરિક સમાજ જૂથોને સાંભળવાની અને તેમની સાથે કામ કરવાની અમારી જવાબદારીને પણ ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે કંપની સમય સમય પર આ નીતિ અને તેની અસરની સમીક્ષા કરતી રહેશે.