•  આર્થિક રીતે પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે
  • પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણ પર વિદેશી કારોબારીઓ ફરાર થઈ શકે છે
  • પાછલા બે વર્ષમાં નવ મોટી કંપનીઓએ પાકિસ્તાનમાં પોતાની સંપત્તિઓનું વેચાણ કર્યું 


એકબાજું જ્યાં ડિજિટલ ઈન્ડિયા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. વિશ્વમાં આના વખાણ થઈ રહ્યા છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન આ માર્ગે નિષ્ફળ થઈ રહ્યો છે. ભારતની જેમ પાડોશી દેશે ડિજિટલ ઈકોનોમી બનાવવાની ઝૂંબેશ શરૂ કરી હતી. પરંતુ હવે તેનું મરણ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં સરકારે લાગુ કરેલ વિવાદાસ્પદ ફાયરવોલ સિસ્ટમના કારણે પાકિસ્તાનમાં ઈન્ટરનેટના ધીમા અને અનિયમિત સેવાઓથી દેશમાં મોટા પ્રમાણ પર વિદેશી કારોબારીઓ ફરાર થઈ શકે છે. પાકિસ્તાન બિઝનેસ કાઉન્સિલ અને પાકિસ્તાન સોફટવેર હાઉસેઝ એસોસિએશને આ અંગે ચેતવણી આપી છે.

PBC એ નિવેદનમાં જણાવ્યું હતું કે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ (MNCs) કાં તો પાકિસ્તાનમાંથી તેમની ઓફિસ શિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે અથવા તો પહેલાથી જ કરી ચૂકી છે કારણ કે ફાયરવોલની સ્થાપનાને કારણે સમગ્ર દેશમાં મોટાપાયે ઈન્ટરનેટ વિક્ષેપ પડી રહ્યો છે. નાણાકીય નિષ્ણાત સરવત અલીએ જણાવ્યું હતું કે કોઈપણ દેશની વધતી અર્થવ્યવસ્થા માટે ડિજિટલ અર્થતંત્ર જરૂરી છે.


પાડોશી દેશ પાકિસ્તાનની વધતી મુશ્કેલીઓ

આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે થોડા મહિના અગાઉ ઉબર, ફાઈઝર, શેલ, સનોફી, ટેનિનોર જેવી કેટલીક ટોચની કંપનીઓએ પૂર્ણ અથવા આંશિક હિસ્સો સ્થાનિક કંપનીઓને વેચ્યો હતો. આ પગલાથી વિદેશી રોકાણમાં ભારે ઘટાડાના સંકેત મળ્યા અને પાકિસ્તાનના રોકાણના વાતાવરણ, આર્થિક નીતિઓ અને નિયામક અવરોધો પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.આ કારણથી પાકિસ્તાનની સામે આવ્યો પડકાર

પાકિસ્તાનમાં અગાઉથી જ વધતી બેરોજગારી અને સુસ્ત વૃદ્ધિને લીધે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. આવામાં રોકાણકારો અને વ્યાવયાસોનું ડિજિટલ અથવા આઉટસોર્સ વ્યવસાયોના ભવિષ્ય અંગે અસલામતી અનુભવવી યોગ્ય નહીં હોય. તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, પાછલા બે વર્ષમાં નવ મોટી કંપનીઓએ પાકિસ્તાનમાં પોતાની સંપત્તિઓનું વેચાણ કર્યું છે. જે દેશની અર્થવ્યવસ્થા માટે એક મોટ ઝટકા સમાન છે.

  • Follow us on: