છેલ્લા કેટલાક સમયથી કાચા તેલની કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 70-71 ડોલરની વચ્ચે છે. દરમિયાન, તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો આજે એટલે કે 9 ફેબ્રુઆરી 2025 માટે જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે દેશના મહાનગરો અને કેટલાક પસંદગીના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું થયા છે.


[[$googlead]]

દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.

[[$alsoread]]

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.82 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ (રૂ.)ડીઝલ (રૂ.)
અમદાવાદ94.6590.32
ભાવનગર 96.1091.77
જામનગર 94.51 90.19
રાજકોટ 94.4690.16
સુરત 94.53 90.22
વડોદરા94.1389.80


દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે

  • Follow us on: