પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ વધારો અને ઘટાડો જોવા મળે છે. દેશમાં વિવિધ સ્થાનો પર પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. આજે  3 મે, 2025 ના રોજ ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જાહેર કરાયેલા દરો અનુસાર, આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $65-78 છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતા સંઘર્ષની આજે કોઈ અસર જોવા ના મળી.

ભારતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડીઝલની કિંમત 87.67 રૂપિયા નોંધાઇ છે.

મુંબઇમાં પેટ્રોલની કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની કિંમત 90.03 રૂપિયા નોંધાઇ છે.

ચેન્નઇમાં પેટ્રોલની 100.80 અને ડીઝલની કિંમત 92.39 રૂપિયા નોંધાઇ છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.01 અને ડીઝલની કિંમત 91.82 રૂપિયા નોંધાઇ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણા કારણોસર વધઘટ થાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, સરકારી કર નીતિ અને વૈશ્વિક ઘટનાઓ. જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય છે, ત્યારે પરિવહન ખર્ચ વધે છે, જેના કારણે રોજિંદા વસ્તુઓના ભાવ પણ વધે છે અને મોંઘવારીની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. 

ગુજરાતના શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેરનું નામપેટ્રોલ(રૂ.) ડિઝલ(રૂ.) 
ભાવનગર96.1091.77
જામનગર94.5090.18
અમદાવાદ94.5490.21
રાજકોટ94.4690.16
સુરત94.5790.26
વડોદરા94.6190.28

ગુજરાત (ગાંધીનગર) માં આજે પેટ્રોલનો ભાવ ₹ 94.83 પ્રતિ લિટર છે, જે ગઈકાલના ₹95.11 ના દરની તુલનામાં થોડો ઘટાડો દર્શાવે છે. જ્યારે આજે ડીઝલનો ભાવ ₹ 90.50 પ્રતિ લિટર છે, જે ગઈકાલના ₹90.78 ના દરની તુલનામાં થોડો ઘટાડો દર્શાવે છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળી છે, જેમાં કિંમતો ₹90.29 થી ₹90.78 ની વચ્ચે છે. અને પેટ્રોલની કિંમતો ₹94.62 થી ₹95.11 ની વચ્ચે જોવા મળી.