દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. જે મુજબ કેટલીક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે છે તો કેટલીક જગ્યાએ તેના ભાવ વધે છે. આવી સ્થિતિમાં સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે 15 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.


વધતી મોંઘવારીને જોતા વધતા ભાવ હવે લોકોને દઝાડી રહ્યાં છે. સામાન્ય લોકોનું બજેટ પણ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતોને કારણે ખોરવાઈ રહ્યું છે. કારણ કે, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે તેને પગલે ટ્રાન્સપોટેશનનો ખર્ચ વધે. ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધે તેની સીધી અસર વસ્તુઓની કિંમત પર પડે. જે આખરે તો સામાન્ય માણસના ખિસ્સામાંથી જાય છે, તેને કારણે તેનું બજેટ ખોરવાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ પર તેની કોઈ અસર થઈ રહી નથી. ઓઈલ કંપનીઓએ તેમની વેબસાઈટ પર 15 નવેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. દરરોજની જેમ ઓઈલ કંપનીઓએ સવારે 6.30 વાગ્યે પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. પરંતુ જો સ્થાનિક બજારની વાત કરીએ તો 15 નવેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. ફરી એકવાર સામાન્ય લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી રાહત મળી નથી.

દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો તે 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મુંબઈમાં પ્રતિ લીટર કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 89.97 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.

શહેર  પેટ્રોલ ડીઝલ
બેંગલુરુ 102.86 88.94
લખનઉ 94.65 87.76
નોઇડા 94.6687.76
ગુરુગ્રામ 94.98 87.85
ચંદીગઢ 94.24 82.40
પટના 105.42

 92.27

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.

  • કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
  • રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
  • દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરો

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.





  • Follow us on: