દેશમાં ઈંઝણના ભાવ દરરોજ બદલાતા જોવા મળે છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડતી હોય છે. દિલ્હી, મુંબઈ, જયપુર, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વાહનમાલિકો અને ટ્રાંસપોર્ટ ઉદ્યોગને ઘણી અસર પડતી હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભફાવ એક વાર ફરી 71.95 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે. WTI ક્રૂડ 68.18 પ્રતિ બેરલ ડોલર પર કારોબાર કરી રહ્યો છે. જેની સીધી અસર દેશમાં ઈંધણના છૂટક ભાવ પર જોવા મળે છે.



ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

ક્રમશહેરપેટ્રોલના ભાવ પ્રતિ લિટરડીઝલના ભાવ પ્રતિ લિટર
1અમદાવાદ94.47 રૂપિયા90.14 રૂપિયા
2વડોદરા94.11 રૂપિયા89.78 રૂપિયા
3રાજકોટ94.74 રૂપિયા90.43 રૂપિયા
4સુરત94.56 રૂપિયા90.25 રૂપિયા
5જામનગર94.50 રૂપિયા90.17 રૂપિયા
6ભાવનગર96.10 રૂપિયા91.78 રૂપિયા


ઈંધણના ભાવ પર ટેક્સની અસર

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતરનું સૌથી મોટું કારણ રાજ્ય સરકારો દ્વારા લગાવાતો ટેક્સ છે. દરેક રાજ્ય પોતાના હિસાબથી પેટ્રોલ અને ડીઝલ પર વેટ નક્કી કરે છે. જેના લીધે જુદાજુદા રાજ્યોમાં ઈંધણના ભાવમાં ફેરફાર જોવા મળે છે.


દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

ક્રમશહેરપેટ્રોલનો ભાવ પ્રતિ લિટરડીઝલનો ભાવ પ્રતિ લિટર
1દિલ્હી94.77 રૂપિયા 87.67 રૂપિયા
2કોલકાતા104.95 રૂપિયા91.76 રૂપિયા
3મુંબઈ103.44 રૂપિયા89.97 રૂપિયા
4ચેન્નઈ100.80 રૂપિયા92.39 રૂપિયા
5જયપુર104.72 રૂપિયા90.21 રૂપિયા
6બેંગાલુરુ102.92 રૂપિયા88.99 રૂપિયા

પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે

ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.


ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો

તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.

  • Follow us on: