આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યા છે. આજે બ્રેન્ટ ક્રૂડ 71.04 ડોલર પ્રતિ બેરલ છે, જ્યારે WTI ક્રૂડ 67.02 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે. દેશની વાત કરીએ તો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 17 નવેમ્બર 2024 રવિવારે તમામ મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર રાખ્યા છે. 

ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ

ક્રમશહેરપેટ્રોલના ભાવ પ્રતિ લિટરડીઝલના ભાવ પ્રતિ લિટર
1અમદાવાદ94.49 રૂપિયા90.16 રૂપિયા
2વડોદરા94.12 રૂપિયા89.98 રૂપિયા
3રાજકોટ94.29 રૂપિયા89.98 રૂપિયા
4ભાવનગર95.74 રૂપિયા91.41 રૂપિયા
5જામનગર94.50 રૂપિયા90.17  રૂપિયા


દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ

ક્રમશહેરપેટ્રોલના ભાવ પ્રતિ લિટરડીઝલના ભાવ પ્રતિ લિટર
1દિલ્હી94.77 રૂપિયા87.67 રૂપિયા
2મુંબઈ103.44 રૂપિયા89.97 રૂપિયા
3કોલકાતા104.95 રૂપિયા91.76 રૂપિયા
4ચેન્નઈ100.90 રૂપિયા92.48 રૂપિયા

પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે

ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.


ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો

તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.

  • Follow us on: