- ક્રૂડ ઓઈલના ભાવમાં આજે ઉછાળો નોંધાયો
- દેશના ઘણા શહેરોમાં ઈંધણના ભાવમાં ફેરફાર નોંધાયો
- બ્રેંટ ક્રૂડના ભાવ 85 ડોલરની આસપાસ બોલાયો
દેશની સરકારી ઓઈલ કંપનીઓ તરફથી શુક્રવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણા સ્થળે ફેરફાર જોવા મળી રહ્યો છે. યુપી અને હરિયાણાના ઘણા શહેરોમાં આજે ઈંધણના છૂટક ભાવમાં બદલાવ આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં જોવા જઈએ તો ગત 24 કલાકમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ કારણથી બજેટ પહેલા જાહેર કરેલા રેટમાં ઘણા શહેરોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડનો ભફાવ 85 ડોલરની આસપાસ પહોંચી ગયો છે.
ક્રૂડ ઓઈલની વાત કરીએ તો ગત 24 કલાકમાં આના ભાવમાં તેજ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડનો ભાવ વધીને 84.66 ડોલક પ્રતિ બેરલ પહોંચી ગયું છે. ડબલ્યૂટીઆઈનો રેટ પણ વધારાની સાથે 82.14 ડોલર પ્રતિ બેરલ થયો છે.
ગુજરાતમાં શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
| ક્રમ | શહેરો | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 2 | વડોદરા | 94.05 રૂપિયા | 89.72 રૂપિયા |
| 3 | જામનગર | 94.05 જામનગર | 89.72 રૂપિયા |
| 4 | સુરત | 94.33 રૂપિયા | 90.02 રૂપિયા |
દેશના ચાર મહાનગરમાં ઈંધણના ભાવ
| ક્રમ | શહેરો | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | દિલ્હી | 94.72 રૂપિયા | 87.62 રૂપિયા |
| 2 | મુંબઈ | 103.44 રૂપિયા | 89.97 રૂપિયા |
| 3 | કોલકાતા | 100.76 રૂપિયા | 92.35 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 100.76 રૂપિયા | 91.76 રૂપિયા |
સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 29 પૈસા સસ્તું 94.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 31 પૈસા ઘટીને 87.91 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. હરિયાણાની રાજધાની ગુરુગ્રામમાં પેટ્રોલ 15 પૈસા વધીને 95.05 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 15 પૈસા મોંઘું થયું છે અને તે 87.91 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. રાજસ્થાનના જોધપુર શહેરમાં આજે પેટ્રોલ 39 પૈસા વધીને 104.98 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 36 પૈસા વધીને 90.46 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
દરરોજ સવારે છ વાગ્યે નવા ભાવ જાહેર થાય છે
દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. સવારે છ વાગ્યે જ નવા રેટ લાગુ થઈ જતા હોય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને વેટ બધું મળીને જોડયા પછી આના ભાવ મૂળ ભાવથી બેગણા થઈ જતા હોય છે. આ કારણથી પેટ્રોલ-ડીઝલના ભાવ આટલા વધુ જોવા મળતા હોય છે.