દેશભરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા રહે છે. જે મુજબ કેટલીક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે છે તો કેટલીક જગ્યાએ તેના ભાવ વધી જતા હોય છે. આવી સ્થિતિમાં સરકારી ઓઈલ કંપનીઓએ 19 ઑક્ટોબર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.
પેટ્રોલ અને ડીઝલના આ ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. જો કે માર્ચ મહિનાથી તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. જેના કારણે આજે પણ ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
ગુજરાતના મુખ્ય શહેરોના ઈંધણના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરમાં | ડીઝલનો ભાવ પ્રતિ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.79 રૂપિયા | 90.46 રૂપિયા |
| 2 | વડોદરા | 94.47 રૂપિયા | 90.14 રૂપિયા |
| 3 | રાજકોટ | 94.24 રૂપિયા | 89.93 રૂપિયા |
| 4 | જામનગર | 94.88 રૂપિયા | 90.55 રૂપિયા |
| 5 | ભાવનગર | 96.31 રૂપિયા | 91.98 રૂપિયા |
| 6 | સુરત | 94.44 રૂપિયા | 90.13 રૂપિયા |
દેશના મહાનગરોના ઈંધણના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરમાં | ડીઝલનો ભાવ પ્રતિ લિટરમાં |
| 1 | દિલ્હી | 94.72 રૂપિયા | 87.62 રૂપિયા |
| 2 | મુંબઈ | 103.44 રૂપિયા | 89.97 રૂપિયા |
| 3 | કોલકાતા | 104.95 રૂપિયા | 91.76 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 100.75 રૂપિયા | 92.34 રૂપિયા |
પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.
ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો
તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.













