દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ ઈંધણના ભાવ અપડેટ કરતી હોય છે. આજે એટલે કે, 26 ઑક્ટોબર 2024 શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફેરફાર જોવા નથી મળ્યા. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ યથાવત્ છે. જાણીએ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ શું છે?
ક્રૂડ ઓઈલના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ 76.05 ડોલર પ્રતિ બેરલ છે, જ્યારે ડબલ્યૂટીઆઈ ક્રૂડ 71.78 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે દેશની વાત કરીએ તો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 26 ઑક્ટોબર 2024 શનિવારે તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
ગુજરાતના મુખ્ય શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર | ડીઝલનો ભાવ પ્રતિ લિટર |
| 1 | અમદાવાદ | 94.42 રૂપિયા | 90.09 રૂપિયા |
| 2 | વડોદરા | 94.07 રૂપિયા | 89.74 રૂપિયા |
| 3 | જામનગર | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 4 | રાજકોટ | 94.22 રૂપિયા | 89.91 રૂપિયા |
| 5 | સુરત | 94.51 રૂપિયા | 90.20 રૂપિયા |
દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ શું છે?
નવી દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 94.72 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા છે, કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા પ્રતિ લિટર છે.
ડીઝલના આજના ભાવ શું છે?
દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. મુંબઈમાં ડીઝલના ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કોલકાતામાં ડીઝલનો ભાવ 91.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.
ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો
તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.













