• દેશમાં દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના નવા ભાવ અપડેટ કરવામાં આવે છે
  • પેટ્રોલ અને ડીઝલના ભાવ એસએમએસથી પણ જાણી શકાય છે
  • વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ યથાવત્


વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે દેશમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી થતા હોય છે. ઓઈલ કંપનીઓ આના ભાવ નક્કી કરે છે. વર્ષ-2017થી દરરોજ સવારે છ વાગ્યે બળતણના ભાવ અપડેટ થાય છે.

દેશના તમામ શહેરોમાં ઈંધણના ભાવ જુદાજુદા હોય છે. આવામાં નવા ભાવ નક્કી કરીને ઈંધણ ભરાવવું જોઈએ. 27 જુલાઈ 2024 શનિવારે ઈંધણના ભાવમાં દેશમાં કોઈ ફેરબદલ નથી થયો. આનો અર્થ એ કે તમામ શહેરોમાં ઈંધણના ભાવ યથાવત્ રહ્યા છે.

ગુજરાતના શહેરોના ઈંધણના ભાવ


ક્રમશહેરપેટ્રોલનો ભાવ લિટરમાંડીઝલનો ભાવ લિટરમાં
1અમદાવાદ94.79 રૂપિયા90.46 રૂપિયા
2વડોદરા94.07 રૂપિયા89.74 રૂપિયા
3જામનગર94.45 રૂપિયા90.12 રૂપિયા
4સુરત94.50 રૂપિયા90.20 રૂપિયા



દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ


ક્રમશહેરપેટ્રોલના ભાવ લિટરમાં ડીઝલના ભાવ લિટરમાં
1દિલ્હી94.72 રૂપિયા87.62 રૂપિયા
2મુંબઈ 103.44 રૂપિયા89.97 રૂપિયા
3કોલકાતા104.95 રૂપિયા91.76 રૂપિયા
4ચેન્નઈ100.75 રૂપિયા 92.34 રૂપિયા


એસએમએસથી આવી રીતે ચેક કરો પોતાના શહેરના ઈંધણના ભાવ

ઉલ્લેખનીય છે કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાગતા ટેક્સના લીધે જુદા-જુદા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે. તમે ફોથી એસએમએસ વડે પણ રોજ દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છે. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવું.


દરેક શહેરમાં અલગ-અલગ દર કેમ?

દરેક શહેરમાં પેટ્રોલના દરો અલગ-અલગ હોવાનું કારણ ટેક્સ છે. તે જ સમયે, રાજ્ય સરકારો વિવિધ રાજ્યોમાં અલગ-અલગ દરે કર વસૂલ કરે છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ પાસે પણ દરેક શહેર પ્રમાણે વેરો હોય છે. આ શહેર પ્રમાણે બદલાય છે, જેને સ્થાનિક બોડી ટેક્સ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારે અલગ-અલગ ટેક્સ પણ લાદવામાં આવે છે. 

  • Follow us on: