• દેશમાં આજે રવિવારે ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં
  • જુદાજુદા શહેરોમાં ટેક્સને આધારે ઈંધણના ભાવ બદલાતા હોય છે
  • એસએમએસથી પણ ઈંધણના ભાવ જાણી શકાય છે

દેશમાં આજે રવિવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં બદલાવ નથી જોવા મળ્યા. ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોના હિસાબથી ભારતમાં ઈંધણના ભાવ નક્કી થતા હોય છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સાથે દેશના અન્ય શહેરોના ભાવમાં બદલાવ આવ્યો છે.

ગુજરાતના ચાર શહેરોનાં ઈંધણના ભાવ

ક્રમશહેરપેટ્રોલના ભાવ લિટરમાં ડીઝલના ભાવ લિટરમાં 
1અમદાવાદ94.44 રૂપિયા90.11 રૂપિયા
2વડોદરા94.09 રૂપિયા89.76 રૂપિયા
3જામનગર94.05 રૂપિયા89.72 રૂપિયા
4સુરત94.31 રૂપિયા90.00 રૂપિયા


દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ


ક્રમશહેરપેટ્રોલનો ભાવ લિટરમાંડીઝલનો ભાવ લિટરમાં
1દિલ્હી94.72 રૂપિયા 87.62 રૂપિયા
2મુંબઈ 103.44 રૂપિયા89.97 રૂપિયા
3કોલકાતા104.95 રૂપિયા 91.76 રૂપિયા
4ચેન્નઈ100.75 રૂપિયા92.34 રૂપિયા

 

 ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો?

તમે ઈન્ડિયન ઓઈલ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ સિવાય તમે ઈન્ડિયન ઓઈલ એપ અથવા કંપનીઓના SMS નંબર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ નંબર 9224992249 પર RSP અને સિટી પિન કોડ મોકલો. જો તમે ભારત પેટ્રોલિયમના ગ્રાહક છો તો RSP અને સિટી પિન કોડ 9223112222 પર SMS કરો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહક છો તો HPprice અને સિટી પિન કોડ 9222201122 પર SMS કરો.

દરરોજ સવારે ભાવ નક્કી થતા હોય છે

ઈંધણના ભાવ દરરોજ સવારે બદલાય છે. વિદેશી નાણાંના દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોની સમીક્ષા કર્યા પછી રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરમાં સંશોધન કરી ભાવ જાહેર કરે છે.

 દરેક શહેરમાં જુદાજુદા ભાવ શા માટે

દરેક શહેરમાં પેટ્રોલના રેટ જુદા-જુદા હોય છે. આનું કારણ ટેક્સ છે. જ્યારે જુદાજુદા રાદ્યમાં સરકાર અલગ-અલગ ભાવથી ટેક્સ વસૂલતી હોય છે. દરેક શહેરના હિસાથી ટેક્સ હોય છે. જેને લોકસ બોડી ટેક્સ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દરેક નગર નિગમના આધારે જુદાજુદા ટેક્સ લગાવાય છે.

  • Follow us on: