- દેશમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી કરાયો
- ઘરે બેઠા પણ એસએમએસથી ઈંધણના ભાવ જાણી શકાય છે
- દેશના દરેક રાજ્યના ટેક્સ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધઘટ થતી હોય છે
આજે 29 જુલાઈ એટલે કે, સોમવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરબદલ નથી થયો. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવને અપડેટ કરે છે. દેશમાં દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે પરંતુ એ જેતે રાજ્યના ટેક્સને લઈને હોય છે.
ગુજરાતના શહેરના ઈંધણના ભાવ જાણો
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.65 રૂપિયા | 90.32 રૂપિયા |
| 2 | વડોદરા | 94.05 રૂપિયા | 89.72 રૂપિયા |
| 3 | જામનગર | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 4 | સુરત | 94.69 રૂપિયા | 90.38 રૂપિયા |
દેશના મહાનગરોના ઈંધણના ભાવ જાણો
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | દિલ્હી | 94.72 રૂપિયા | 87.62 રૂપિયા |
| 2 | મુંબઈ | 103.44 રૂપિયા | 89.97 રૂપિયા |
| 3 | કોલકાતા | 104.95 રૂપિયા | 91.76 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 100.75 રૂપિયા | 92.34 રૂપિયા |
અત્રે ઉલ્લેખનીય છે કે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. પરંતુ ત્યારબાદ અત્યાર સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો.
તમે ઘરેબેઠા ઈંધણના ભાવ જાણી શકો છો
તમે SMS તરીને પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘરે બેઠા જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરના કોડ 9224992249 પર મોકલો. બીપીસીએલ ગ્રાહક હોવ તો આરએશપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલી દો. ત્યારબાદ તમને તમારા ફોન પર SMSથી તમામ જાણકારી મળી જશે. એચપીસીએલ ગ્રાહકોને HP Price લખવું પડશે અને 9222201122 નંબર પર મોકલો.