ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે. અહીં પેટ્રોલ 82.46 રૂપિયા અને ડીઝલ 78.05 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત $75 તરફ વધી રહ્યા છે. આ દરમિયાન, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે 28 માર્ચ 2025ના રોજ, આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ
આજે બ્રેન્ટ ક્રૂડ $73.97 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટર મીડિયેટ ક્રૂડ હવે $69.88 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બીજી તરફ, ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમ અનુસાર, અમેરિકા સિવાય લગભગ તમામ સમૃદ્ધ દેશોમાં પેટ્રોલ મોંઘુ છે. જ્યારે, ગરીબ દેશો અને તેલનું ઉત્પાદન અને નિકાસ કરતા દેશોમાં કિંમતો ઘણી ઓછી છે. અમેરિકામાં પેટ્રોલ 117.34 રૂપિયા પ્રતિ લિટર છે.
વિશ્વના સૌથી મોંઘા અને સસ્તા પેટ્રોલના ભાવ વચ્ચે 100 ગણો તફાવત
દુનિયાના સૌથી મોંઘા અને સૌથી સસ્તા પેટ્રોલના ભાવ વચ્ચે 100 ગણો તફાવત છે. કેટલીક જગ્યાએ પેટ્રોલનો ભાવ 3 રૂપિયા પ્રતિ લિટરથી ઓછો છે તો કેટલીક જગ્યાએ 300 રૂપિયાની નજીક છે. દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ ઈરાનમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ભારતીય ચલણમાં માત્ર 2.44 રૂપિયા છે. જ્યારે, વિશ્વનું સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં ભારતીય રૂપિયામાં 293.19 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજના એટલે કે 26 માર્ચ 2025ના નવીનતમ અપડેટ મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, રાજ્ય સ્તરે કિંમતોમાં થોડો ફેરફાર જોઈ શકાય છે.
ક્યાં પહોંચ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ ?
ભારતમાં રોજ સવારે 6 વાગ્યે ફ્યુલ રેટ્સ અપડેટ કરવામાં આવે છે. ઓયલ માર્કેટીંગ કંપનીઓ રોજ પેટ્રોલ-ડિઝલના ભાવ અંગે માહિતી આપે છે. ઓયલ માર્કેટીંગ કંપનીમાં HPCL, BPCL અને IOCLનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલ અને ડિઝલની કિંમતો વેબસાઇટ પર અપડેટ કરે છે. ફ્યુલ રેટ્સમાં બદલાવ માટે સૌથી વધુ કાચા તેલની હલચલ મહત્ત્વની છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂ઼ડ ઓયલ પ્રાઇસ OMCs પેટ્રોલ-ડિઝલના ભાવ અપડેટ કરે છે.
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હી પેટ્રોલનો ભાવ ₹94.77 અને ડીઝલનો ભાવ ₹87.67 પ્રતિ લિટર છે.
મુંબઇ પેટ્રોલનો ભાવ ₹103.50 અને ડીઝલનો ભાવ ₹90.03 પ્રતિ લિટર છે.
ચેન્નઇ પેટ્રોલનો ભાવ ₹100.80 અને ડીઝલનો ભાવ ₹92.39 પ્રતિ લિટર છે.
કોલકતા પેટ્રોલનો ભાવ ₹105.01 અને ડીઝલનો ભાવ ₹91.82 પ્રતિ લિટર છે.
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.29 | 89.95 |
| ભાવનગર | 96.10 | 91.78 |
| જામનગર | 94.50 | 90.17 |
| રાજકોટ | 94.29 | 89.98 |
| સુરત | 94.35 | 90.04 |
| વડોદરા | 94.23 | 89.90 |
ડીઝલના ભાવ અહીં તપાસો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે.
