ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70 થી નીચે આવી ગયા છે. આમ છતાં, આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્રૂડ ઓઇલની વાત કરીએ તો, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ 41 સેન્ટ અથવા 0.62% ઘટીને $65.62 પ્રતિ બેરલ થયું. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.51 ટકા ઘટીને $68.93 પ્રતિ બેરલ થયો છે. ત્યારે આવો જાણીએ..દેશના મહાનગરોમાં શું છે આજનો ભાવ..


[[$googlead]]

દેશના આ શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ


[[$alsoread]]
શહેર પેટ્રોલનો ભાવ (રૂ./લિટર) ડીઝલનો ભાવ (રૂ./લિટર)
દિલ્હી 94.72 87.62
મુંબઈ 103.44 89.97
ચેન્નાઈ 100.85 92.44
કોલકાતા 103.94 90.76 
બેંગલુરુ
 102.86 88.94


ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.16
ભાવનગર 96.19 91.86
જામનગર 94.25 90.17
રાજકોટ 94.24 89.82
સુરત 94.32 90.01
વડોદરા 94.23 89.90


અહીં પેટ્રોલનો ભાવ 3 રૂપિયા

દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ ઈરાનમાં વેચાઈ રહ્યું છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમ અનુસાર, અહીં એક લિટર પેટ્રોલની કિંમત ભારતીય ચલણમાં માત્ર 2.49 રૂપિયા છે. લિબિયામાં એક લિટર પેટ્રોલની કિંમત 2.67 રૂપિયા છે. વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત ભારતીય રૂપિયામાં પ્રતિ લિટર 3.05 રૂપિયા છે. આ ત્રણ દેશો પછી, સૌથી સસ્તું તેલ અંગોલામાં છે. 

  • Follow us on: