આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરી 2025ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.

ભારતીય ઇંધણ કંપનીઓ આંતરરાષ્ટ્રીય તેલ બજારના દરોને ધ્યાનમાં રાખીને દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ (પેટ્રોલ-ડીઝલની કિંમત આજે) અપડેટ કરે છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો રાજ્યોમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, એન્ટ્રી ટેક્સ અને વિવિધ વેટ દરો ઉમેર્યા પછી નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકારો ઇંધણની કિંમતો પર પોતાનો વેટ લાદતી હોવાથી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વિવિધ રાજ્યોમાં બદલાય છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

મંગળવારે પણ કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, તે હજુ પણ 4 મહિનાની ટોચની નજીક છે. બ્રેન્ટ ફ્યુચર્સ 0.27% ઘટીને $80.79 પ્રતિ બેરલ થઈ ગયો. રશિયાના ક્રૂડ ઓઈલ પર અમેરિકાના નવા પ્રતિબંધોને કારણે ભારત અને ચીન જેવા મોટા ખરીદદારોએ હવે નવા સપ્લાયર્સ શોધવાનું શરૂ કર્યું છે.

દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.50 અને ડીઝલ રૂ. 90.03પ્રતિ લીટર

ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.80 અને ડીઝલ રૂ. 92.39 પ્રતિ લીટર

કોલકાતામાં પેટ્રોલ રૂ. 105.01 અને ડીઝલ રૂ. 91.82 પ્રતિ લીટર

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર95.91 91.58
જામનગર94.4490.11
રાજકોટ94.3089.96
સુરત 94.3790.06
વડોદરા  94.15 89.82

દરરોજ સવારે ભાવ બદલાય છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.

ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે