દેશની મુખ્ય ઓઈલ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે ઈંધણના ભાવ અપડેટ કરી દેતી હોય છે. આ ક્રમ વર્ષ-2017થી ચાલુ જ છે. આવામાં ગાડીચાલકોને સલાહ અપાય છે કે, તેઓ લેટેસ્ટ રેટ જાણીને ટાંકી ફુલ કરાવે. જાણો આજે તમારા શહેરમાં એક લિટર પેટ્રોલ-ડીઝલના ભાવ શું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા માર્ચ-2024માં ઓઈલ કિંમતોમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરનો કાપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આના ભાવમાં કોઈપણ ફેરફાર નથી થયો.
ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર | ડીઝલનો ભાવ પ્રતિ લિટર |
| 1 | અમદાવાદ | 94.67 રૂપિયા | 90.34 રૂપિયા |
| 2 | વડોદરા | 94.12 રૂપિયા | 89.79 રૂપિયા |
| 3 | રાજકોટ | 95.08 રૂપિયા | 90.77 રૂપિયા |
| 4 | જામનગર | 94.90 રૂપિયા | 90.57 રૂપિયા |
| 5 | ભાવનગર | 95.93 રૂપિયા | 91.60 રૂપિયા |
| 6 | સુરત | 94.42 રૂપિયા | 90.11 રૂપિયા |
દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર | ડીઝલનો ભાવ પ્રતિ લિટર |
| 1 | દિલ્હી | 94.72 રૂપિયા | 87.62 રૂપિયા |
| 2 | મુંબઈ | 103.44 રૂપિયા | 89.97 રૂપિયા |
| 3 | કોલકાતા | 104.95 રૂપિયા | 91.76 રૂપિયા |
| 4 | ચેન્નઈ | 100.75 રૂપિયા | 92.34 રૂપિયા |
| 5 | બેંગાલુરુ | 102.86 રૂપિયા | 88.94 રૂપિયા |
પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.
ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો
તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.