દિલ્હી NCR ના લોકો માટે રાહતના સમાચાર છે. લાંબા સમય પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી સહિત NCRના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ થોડા પૈસા સસ્તા થયા છે, જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ કંઈક અંશે ઓછો થયો છે. આજે, 4 મે 2025 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભાવ સતત વધી રહ્યા હતા, પરંતુ હવે થોડી રાહત મળી છે.

કયા શહેરોમાં પેટ્રોલ-ડિઝલ સસ્તું થયું?

દિલ્હી ઉપરાંત, ગુડગાંવ, નોઈડા, ચંદીગઢ, લખનૌ જેવા શહેરોમાં ભાવ સ્થિર છે અને કેટલાક સ્થળોએ થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 

ભારતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડીઝલની કિંમત 87.67 રૂપિયા નોંધાઇ છે.

મુંબઇમાં પેટ્રોલની કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની કિંમત 90.03 રૂપિયા નોંધાઇ છે.

ચેન્નઇમાં પેટ્રોલની 100.82 અને ડીઝલની કિંમત 92.40 રૂપિયા નોંધાઇ છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.01 અને ડીઝલની કિંમત 91.82 રૂપિયા નોંધાઇ છે.

જાણો, તમારા શહેરમાં આજનો પેટ્રોલ-ડીઢલનો ભાવ

શહેરનું નામપેટ્રોલ(રૂ.)ડિઝલ(રૂ.)
ભાવનગર96.1091.77
જામનગર94.4490.11
અમદાવાદ94.4490.11
રાજકોટ94.9790.66
સુરત94.7590.44
વડોદરા94.1589.82

ડીઝલના ભાવ અહીં તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે.