દેશભરમાં ઈંધણના ભાવમાં દરરોજ સામાન્ય ફેરબદલ થતા હોય છે. જેની સીધી અસર ગ્રાહકોના ખીસ્સા પર પડતી હોય છે. વિશેષ કરીને મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વાહનમાલિકો અને ટ્રાંસપોર્ટ ઉદ્યોગને ઘણી અસર કરે છે.
દિવાળી બાદ લોકોને મોંઘવારીનો નવો આંચકો લાગ્યો છે, કારણ કે આજે 3 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પોર્ટબ્લેર જેવા સ્થળોએ જ્યાં ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળે છે ત્યાં તેની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા અહીં પેટ્રોલની કિંમત 82.42 રૂપિયા હતી, જે હવે 82.46 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ સિવાય ડીઝલના ભાવમાં પણ ધરમૂળથી ફેરફાર થયો છે. પહેલા ડીઝલની કિંમત 78.01 રૂપિયા હતી, હવે ડીઝલની કિંમત 78.05 રૂપિયા થઈ ગઈ છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.58 રૂપિયા | 90.25 રૂપિયા |
| 2 | વડોદરા | 94.23 રૂપિયા | 89.90 રૂપિયા |
| 3 | રાજકોટ | 94.27 રૂપિયા | 89.96 રૂપિયા |
| 4 | જામનગર | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 5 | સુરત | 95.00 રૂપિયા | 90.69 રૂપિયા |
| 6 | ભાવનગર | 96.10 રૂપિયા | 91.77 રૂપિયા |
દેશના મુખ્ય શહેરોમાં ઈંધણનો ભાવ
દિલ્હી
દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે
ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે, દિલ્હીમાં ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે
મુંબઈ
આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા 89.97 પ્રતિ લિટર છે.
કોલકાતા
આજે કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂપિયા 104.95 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ રૂપિયા 91.76 પ્રતિ લિટર છે.
ચેન્નાઈ
આજે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 101.23 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા 92.81 પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડે છે. તાજેતરના સમયમાં, સ્થિર ક્રૂડ ઓઈલના ભાવને કારણે, પેટ્રોલ અને ડીઝલના ભાવ (પેટ્રોલ ડીઝલની કિંમત આજે) ભારતમાં પણ સ્થિર છે. જો કે જો કોઈ મોટો ફેરફાર આવે છે તો તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થતા હોય છે
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. ઈંધણની કિંમતો દરરોજ સવારે છ વાગ્યે બદલાતા હોય છે. વિદેશી ચલણના વિનિયમની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ ઈંધણના નવા રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિય રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે.
ઘરેબેઠા આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો
તમે ઘરે બેઠા એસએમએસથી પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો આરએસપી અને પોતાના શહેરનો કોડ 9224992249 પર મોકલી બીપીસીએલ ગ્રાહકને આરએસપી અને શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર મોકલો. ત્યારબાદ તમને એસએમએસથી તમામ જાણકારી મળશે. એચપીસીએલ ગ્રાહકોને એચપી પ્રાઈસ લખી 9222201122 આ નંબર મોકલવું. જેથી તમામ વિગતો મળશે.













