પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, જેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે શું યુદ્ધની વૈશ્વિક બજાર પર અસર પડી છે? જો આવું થયું હોય તો કાચા તેલના ભાવમાં શું ફરક પડ્યો છે? જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ સવાલના જવાબમાં, ભારતીય તેલ માર્કેટિંગ કંપનીઓએ આજે, 8 મેના રોજ લેટેસ્ટ ઈંધણ દરો જાહેર કર્યા છે. દરરોજની જેમ, સવારે રાષ્ટ્રીય કંપનીઓએ નવા ઈંધણ દરો જાહેર કર્યા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ અને મુદ્રા વિનિમય દરોમાં થતા વધઘટને પ્રતિબિંબિત કરે છે. આ નિયમિત અપડેટ્સ પારદર્શિતા સુનિશ્ચિત કરે છે અને ગ્રાહકોને સૌથી સચોટ અને વર્તમાન ઈંધણ કિંમતની માહિતી પૂરી પાડે છે.
8 મેના રોજ શહેરવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ
| નંબર | શહેર | પેટ્રોલ (લિટર/રૂપિયા) | ડીઝલ (લિટર/રૂપિયા) |
| 1 | દિલ્હી | 94.72 | 87.62 |
| 2 | મુંબઈ | 104.21 | 92.15 |
| 3 | કોલકાતા | 103.94 | 90.76 |
| 4 | ચેન્નાઈ | 100.75 | 92.34 |
| 5 | અમદાવાદ | 94.49 | 90.17 |
| 6 | બેંગલુરુ | 102.92 | 89.02 |
| 7 | હૈદરાબાદ | 107.46 | 95.70 |
| 8 | જયપુર | 104.72 | 90.21 |
| 9 | લખનૌ | 64.69 | 87.80
|
| 10 | છત્તીસગઢ | 94.30 | 82.45 |
| 11 | ઈન્દોર | 106.48 | 91.88 |
ભારતમાં, મે 2022 થી ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ ઈંધણ કર ઘટાડ્યા હતા. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થતા વધઘટના આધારે દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો કરે છે. સરકાર આ કિંમતોને એક્સાઈઝ ડ્યુટી, બેઝ પ્રાઈસિંગ અને પ્રાઈસ સીલિંગ જેવી પદ્ધતિઓ દ્વારા નિયંત્રિત કરે છે.
તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે ભાવ અપડેટ કરે છે. આ દરો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ, ડોલર-રૂપિયાના વિનિમય દર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતા કર પર આધારિત છે. તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હવે દેશના લોકોને મળી રહ્યો છે.