તેલ કંપનીઓ જેમકે HPCL, BPCL અને IOCL પેટ્રોલ-ડીઝલની કિંમત વિશે અપડેટ આપતી રહે છે. ફ્યુલ રેટ્સમાં બદલાવ માટે કાચા તેલની કિંમતમાં થઇ રહેલા ફેરફાર જવાબદાર હોય છે. વિશ્વમાં કાચા તેલની કિંમત અને મુદ્રા વિનિમયના દરમાં ઉતાર-ચઢાવ આ તમામ પરિબળો ભાવના વધારા-ઘટાડા માટે અસરકારક સાબિત થાય છે. અમુક રાજ્યના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. તો કેટલાક રાજ્યોના શહેરમાં વધ-ઘટ જોવા મળી છે.
મેટ્રો સીટીમાં પેટ્રોલ ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડીઝલની કિંમત 87.867 રૂપિયા નોંધાઇ છે.
મુંબઇમાં પેટ્રોલની કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની કિંમત 90.03 રૂપિયા નોંધાઇ છે.
ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 100.90 અને ડીઝલની કિંમત 92.49 રૂપિયા નોંધાઇ છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.01 અને ડીઝલની 91.82 કિંમત રૂપિયા નોંધાઇ છે.
ગુજરાતના શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.65 | 90.32 |
| જામનગર | 94.39 | 90.06 |
| ભાવનગર | 96.07 | 91.75 |
| સુરત | 94.60 | 90.29 |
| રાજકોટ | 94.30 | 89.99 |
| વડોદરા | 94.23 | 89.90
|
ડીઝલના ભાવ અહીં તપાસો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે.