- પીએમ મોદીએ દેશના બેંકિંગ સેકટરના વખાણ કર્યા
- દેશમાં 10 વર્ષમાં થયેલા કાયાકલ્પ અંગે સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કર્યો
- પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં પૂર્વની યુપીએ સરકાર પર કટાક્ષ કર્યો
દેશના બેંકિંગ સેકટરના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે ગત 10 વર્ષમાં થયેલા કાયાકલ્પને લીધે ભારતના બેંકિંગ સેકટરના નેટ પ્રોફિટ ઈતિહાસમાં પ્રથમવાર ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર ચાલ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે બેંકોના સારા માટે ગરીબો, ખેડૂતો અને એમએસએમઈની લીધેલી લોનના સુધારો આવશે.
વડાપ્રધાનનો યુપીએ પર વાક્ પ્રહાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ મુકી છે. જેમાં તેમને લખ્યું કે, ગત 10 વર્ષમાં મહત્ત્વના ફેરફારને લીધે પ્રથમવાર દેશના બેંકિંગ સેકટરનો ચોખ્ખો નફો ત્રણ લાખ કરોડ રૂપિયાને પાર ચાલ્યો ગયો છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં પૂર્વની યુપીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે આપણી બેંક યુપીએની ફોન બેંકિંગ પોલિસીને લીધે નુકસાન અને હાઈ એનપીએ સાથે ઝઝૂમી રહી હતી. આ ઉપરાંત બેંકોના દરવાજા ગરીબો માટે બંધ હતા.
રાજકીય દખલગીરી રોકવાનું પરિણામ
વડાપ્રધાન જ નહિ પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બેંકિંગ સેક્ટરના 3 લાખ કરોડ રૂપિયાથી વધુ નફાની સિદ્ધિ મેળવવાને લઈ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું કે આ પ્રથમ વાર છે જ્યારે બેંકિંગ સેકટરમાં નેટ પ્રોફિટ નાણાં વર્ષ 2023-24માં 3 લાખ કરોડ રૂપિયાને પાર ગયું છે. તેમને વધુમાં લખ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં અમારી સરકારએ એક દાયકામાં પ્રોફેશનાલિઝમ અને કોઈ રાજકીય દખલગીરી ન હોય એ નકકી કરાયું. અને પરિણામ હવે અમારી સામે છે.
બેંકોનો નફો વધ્યો
એવો રિપોર્ટ સામે આવ્યો છે કે સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ જાહેર ક્ષેત્ર અને ખાનગી સેકટરની બેંકોનો ચોખ્ખો નાણાં વર્ષ-2023-24માં વધીને 3.1 લાખ કરોડ રૂપિયા પર ચાલ્યો ગયો છે. જે ગત નાણાંકીય વર્ષ 2022-23માં 2.2 લાખ કરોડ રુપિયા રહ્યો હતો. આમાં જાહેર ક્ષેત્રની બેંકોનો નફો 1.4 લાખ કરોડ રૂપિયા રહ્યો જે ગત વર્ષથી 34 ટકાથી વધુ છે. જ્યારે ખાનગી બેંકોનો નેટ પ્રોફિટ 1.7 લાખ કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે ગત નાણાં વર્ષમાં આ 1.2 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.