• બેંક એકાઉન્ટ પણ તમારું, પૈસા પણ તમારાં, દંડ તમારે ચુકવવાનો આ કેવો ન્યાય?
  • પીએનબી બેંકે તેના ગ્રાહકો પાસેથી કુલ 1,538 કરોડ વસૂલ્યા હોવાનો રિપોર્ટ
  • એસબીઆઈએ નેગેટિવ પબ્લિસિટીને લીધે આ પ્રકારના ચાર્જ વસૂલવા બંધ કર્યા હતા


તાજેતરમાં બેંકોનો એક રિપોર્ટ આવ્યો છે. જેનાથી એ વાત જાણવા મળે છે કે, બેંકોએ ગત પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને લીધે પોતાના ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. જો કે, દેશની સૌથી મોટી એસબીઆઈ બેંકે થોડા વર્ષો અગાઉ ઘણી નેગેટિવ પબ્લિસિટીને લીધે આ પ્રકારના ચાર્જિસ વસૂલવા બંધ કરી દીધા હતા


PNBએ 1538 કરોડ રૂપિયા વસૂલ્યા

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પીએનબીની વાત કરીએ તો તેને ગત પાંચ વર્ષમાં નો મિનિમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી 1,538 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. જો કે ઈન્ડિયન બેંકે 1,466 કરોડ, બેંક ઓફ બડોદાએ 1,251 કરોડ રૂપિયા અને કેનરા બેંકે 1158 કરોડ રૂપિયા તેના ગ્રાહકો પાસેથી ખંખેરી લીધા છે. 

બેંકો તમારી પાસેથી આ ચાર્જિસ પણ વસૂલે છે

સેવિંગ એકાઉન્ટમાં ઓછામાં ઓછું બેલેન્સ ન રાખવા પર સરકારી બેંકોમાં જ્યાં તમારે 100 રૂપિયાથી લઈ 300 રૂપિયા સુધીનો દંડ ચુકવવો પડે છે. કરન્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર આ ચાર્જિસ 400થી 600 રૂપિયા સુધી થઈ શકે છે.

શું હોય છે મિનિમમ બેલેન્સ?

દેશના મોટાભાગના બેંક પોતાના ગ્રાહકોના બેંક ખાતામાં એક નક્કી રકમ રાખવાની આશા રાખે છે. આને મિનિમમ બેલેન્સ કહેવામાં આવે છે. આવું ન થતા બેંક લોકો પાસેથી દંડના નામે વસૂલાત કરતી હોય છે. જો કે, બેંક ખાતામાં તમારે હંમેશા મિનિમમ બેલેન્સ રાખવું નથી પડતું પરંતુ તમારે આખા મહિનામાં સરેરાશ બેલેન્સ રાખવાનું હોય છે. આને સરેરાશ માસિક મિનિમમ બેલેન્સ કહેવામાં આવે છે. ઘણી બેંક આને પોતાના ગ્રાહકોના ત્રિમાસિક આધાર પર પણ મેઈન્ટેન રાખવાની આશા રાખે છે.

આ સિવાય પણ બેંકો લોન અને એકાઉન્ટ ખોલવાના સમયે તમારી પાસેથી ડોક્યુમેન્ટેશન ચાર્જ વસૂલ કરે છે.

  1. જો તમે બેંક પાસેથી તમારા સ્ટેટમેન્ટની નકલ માંગશો તો પણ તમારે ફી ચૂકવવી પડશે.
  2. જો તમે કોઈપણ પ્રકારની ચુકવણીમાં ડિફોલ્ટ કરો છો તો તમારે બેંકને દંડ ભરવો પડશે.
  3. જો તમે તમારી ઓવરડ્રાફ્ટ મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડો છો, તો પણ તમારે બેંકને શુલ્ક ચૂકવવા પડશે.
  4. લોનના કેસોમાં, તમારે બેલેન્સ શીટ સબમિટ ન કરવાથી લઈને પેપર્સ રિન્યૂ ન કરવા સુધીના ચાર્જિસ બેંકને ચૂકવવા પડશે.
  • Follow us on: