•  સોનું-ચાંદીનો મામૂલી ઘટાડા સાથે કારોબાર 
  • સોનું રૂ. 61,156 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું
  • ચાંદી રૂ.73,149 પ્રતિ કિલોના સ્તરે ખુલી

આવતીકાલથી ભારતમાં લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ચાલનારી વેડિંગ સિઝનમાં દેશભરમાં 38 લાખથી વધુ લગ્નો થવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન લોકો સોના-ચાંદીના દાગીનાની મોટાપાયે ખરીદી કરે છે. જો તમે પણ જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે આજે વાયદા બજારમાં સોનું અને ચાંદી બંનેમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સસ્તું થયું

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું રૂ. 61,156 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. હાલમાં તે ગઈકાલની સરખામણીમાં રૂ. 70 અથવા 0.11 ટકાના ઘટાડા સાથે રૂ. 61,155 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. મંગળવારે સોનું 61,155 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું.

ચાંદી રૂ.73,000ની સપાટી વટાવી ગઈ

સાથે જ વાયદા બજારમાં પણ ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં ચાંદી રૂ.73,149 પ્રતિ કિલોના સ્તરે ખુલી હતી. હાલમાં ચાંદી 92 રૂપિયા અથવા 0.13 ટકા ઘટીને 73,212 રૂપિયા પ્રતિ કિલો પર છે. ગઈ કાલે વાયદા બજારમાં તે રૂ.73,304 પર બંધ થયો હતો.

સોનું $2000 પ્રતિ ઔંસના સ્તરે યથાવત્

સ્થાનિક બજારની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ રિપોર્ટ અનુસાર સોનાના ભાવ 0.1 ટકા ઘટીને $1,996.33 પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે. છેલ્લા સત્રમાં સોનામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 3 સપ્તાહની સર્વોચ્ચ સપાટી એટલે કે 2007.29 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. ચાંદીનો ભાવ 0.1 ટકાના ઘટાડા સાથે 23.75 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

ભારતના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ


દિલ્હી સોનું 62,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
મુંબઈસોનું 62,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
કોલકાતાસોનું 62,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ચેન્નાઈસોનું 62,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 79,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 
લખનૌસોનું 62,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પટના સોનું 62,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ગાઝિયાબાદસોનું 61,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
નોઈડાસોનું 62,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
કાનપુરસોનું 62,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
જયપુરસોનું 62,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પુણેસોનું 62,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ઈન્દોરસોનું 62,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામચાંદી 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ



  • Follow us on: