ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નાબૂદ કરનાર રાફેલ લડાયક વિમાન હવે ભારતમાં બનશે. તેના માટે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ અને ફ્રાન્સની ડિફેન્સ અને એવિએશન કંપની ડસોલ્ટ એવિએશન વચ્ચે પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલી વખત છે જ્યારે રાફેલ વિમાનનું માળખુ ફ્રાન્સથી બહાર તૈયાર કરવામાં આવતુ હતું. આ પ્રયાસને ભારતના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની દિશામાં એક મોટુ પગલુ માનવામાં આવે છે.
આ એગ્રિમેન્ટ અંતર્ગત TASL હૈદરાબાદમાં એક અતિઆધુનિક વિનિર્માણ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જ્યાં રાફેલના ઘણા મહત્વના સેક્શન બનાવવામાં આવશે. જેમાં રિયર, ફ્યૂઝલેજના લેટરલ શેલ, આખો પાછળનો ભાગ, સેન્ટર અને ફ્રન્ટ સેક્શનનો સમાવેશ થાય છે. આન નિર્માણ વર્ષ 2028 પહેલા ફ્યુઝલેસ સેક્શનનું નિર્માણ શરુ કરી દેશે અને મહિને 2 ફ્યુઝલેસ તૈયાર કરવાની ક્ષમતા રહેશે.












