• રાશન કાર્ડમાં ફેરફાર માટે છે આ ઓનલાઈન પ્રોસેસ
  • નવા સભ્યનું નામ ઉમેરવું હોય તો અપનાવો આ રીત
  • રાશન કાર્ડમાં ડિટેલ્સ અપડેટ કરવાની આ છે પ્રોસેસ

સરકારી કામ સહિત તમારી ઓળખ માટે રાશન કાર્ડ જરૂરી ડોક્યૂમેન્ટ છે. તેનાથી ન તો ફક્ત સસ્તુ અનાજ મળે છે પણ અન્ય અનેક લાભ પણ મળે છે. પરિવાર માટે અને દરેક સભ્યોના નામ તેમાં હોવા જરૂરી છે. જો તમારા ઘરમાં નવું સભ્ય સામેલ થયું છે જેમકે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો છે કે નવી વહુ આવી છે તો તમે તેનું નામ પણ રાશન કાર્ડમાં સામેલ કરી શકો છો. આ માટે તમારી સરળ પ્રક્રિયાને ફોલો કરવાની રહે છે. આ સિવાય જો તમે તમારું નામ, સરનામું વગેરેમાં ભૂલ હોય અને તેને સુધારવા ઈચ્છો છો તો તે કામ પણ સરળતાથી કરી શકો છો. તમારે ઓનલાઈન પ્રોસેસની મદદ લેવાની છે.

આ રીતે ઉમેરો નવા સભ્યનું નામ

સૌથી પહેલા તમારે રાશન કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. દરેક રાજ્યની પોતાની વેબસાઇટ છે. અહીં તમારે તમારી વિગતો દાખલ કરીને લોગિન અથવા નોંધણી કરવી પડશે. આ પછી, તમને ઘણા વિકલ્પો દેખાશે, જેમાંથી એક નવા સભ્યનું નામ ઉમેરવાનું હશે. આ પછી, તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે દરેક પ્રકારની માહિતી આપવાની રહેશે. તમારે તે સભ્યના કેટલાક દસ્તાવેજો પણ અહીં આપવા પડશે, તમે જન્મ પ્રમાણપત્ર અથવા લગ્ન કાર્ડ અપલોડ કરી શકો છો. આ પછી છેલ્લે ફોર્મ સબમિટ કરો, ફોર્મ સબમિટ કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારી અરજી વિશેની માહિતી હશે. થોડા દિવસો પછી તમારા ઘરે નવું રાશન કાર્ડ આવશે. આ રાશનકાર્ડમાં તમે જે સભ્ય માટે અરજી કરી છે તેનું નામ પણ હશે.

ખાદ્ય વિભાગને આપવાની રહે છે જાણકારી

રાશન કાર્ડમાં નવા સભ્યનું નામ જોડવા માટે તમારે આધાર કાર્ડમાં ફેરફાર કરવાના રહે છે. જેમકે જો કોઈ યુવતી લગ્ન બાદ સરનેમ એટલે કે અટક બદલે છે તો તેણે આધાર કાર્ડમાં પિતાને બદલે પતિનું નામ ભરવાનું રહે છે અને નવા એડ્રેસને અપડેટ કરાવવાનું રહે છે. આ પછી નવા આધાર કાર્ડની ડિટેલ પતિના વિસ્તારમાં રહેલા ખાદ્ય વિભાગ અધિકારીને આપવાની રહે છે. તમે ઈચ્છો તો ઓનલાઈન વેરિફિકેશન બાદ પણ નવા સભ્યનું નામ જોડી શકો છો. તેમાં જૂના રાશન કાર્ડના નામને હટાવીને નવું રાશન કાર્ડ માટે એપ્લાય કરી લો. આ માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તે જરૂરી છે.

મોબાઈલ નંબર પણ થઈ જશે અપડેટ

તમારા રાશન કાર્ડની સાથે મોબાઈલ નંબર જોડાયેલો નથી તો તેને રજિસ્ટર્ડ કરવા માટે તમારે https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx પર વિઝિટ કરવાનું રહે છે. અહીં તમે Update Your Registered Mobile Numberના વિકલ્પ પર જાઓ. આમ કરવાથી તમારી પાસે આધાર નંબર માંગવામાં આવશે. તમે ઘરના મુખ્ય વ્યક્તિ કે એ વ્યક્તિનો આધાર નંબર લખો જેનું નામ રાશન કાર્ડમાં છે. આ પછી તમે અન્ય કોલમમાં રાશન કાર્ડ નંબર લખો. ત્રીજી કોલમમાં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ અને તેનો મોબાઈલ નંબર લખીને સેવ કરો.


  • Follow us on: