• Paytm Payment Bank પર RBIએ લગાવી દીધો હતો પ્રતિબંધ
  • Paytm વૉલેટનો ઉપયોગ કરતાં યુઝર્સને થઈ હતી ઘણી સમસ્યા
  • નવા નિયમથી એક એપથી બીજી એપના વૉલેટનો થઈ શકશે ઉપયોગ 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા Paytm Payment Bank પર પ્રતિબંધ બાદ સૌથી વધારે તકલીફ Paytm વૉલેટનો ઉપયોગ કરતાં યુઝર્સને થઈ હતી. લોકોને ટૂંક સમયમાં આ મામલે પણ રાહત મળી જશે, કારણ કે RBI એક નવી વ્યવસ્થા પર કામ કરી રહી છે જેમાં યુઝર્સ UPI એપ સાથે પોતાના વૉલેટને પણ બેંક અકાઉન્ટની જેમ લિન્ક કરી શકશે.

દેશમાં કરોડો લોકો આજે પણ ડિજિટલ પેમેન્ટ એપ પર વોલેટ ફીચરનો ઉપયોગ કરતાં જોવા મળે છે. જેમાં PhonePe થી લઈને Amazon Pay સુધી દરેક એપનો સમાવેશ થાય છે. મોબાઈલ વોલેટ UPIથી અલગ છે. આ એક પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) છે, જેમાં પૈસા અગાઉથી જમા કરાવવાના હોય છે. હવે તેને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરશે UPI અને વૉલેટનું લિંકિંગ?

સામાન્ય રીતે એવું હોય છે કે તમે જે કોઈ ડિજિટલ પેમેન્ટ એપનો યુઝ કરતાં હોય તેના જ વૉલેટમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ પૈસા ટ્રાન્સફર કરવા માટે તમે થર્ડ પાર્ટી UPIનો ઉપયોગ કરી શકો છો અને આ પૈસા સામેવાળી વ્યક્તિના વૉલેટમાં જ જાય છે.

તેનો અર્થ એ થયો કે તમે કોઈ એક એપના વૉલેટમાં મૂકેલા પૈસા કોઈ અન્ય એપના વૉલેટમાં ટ્રાન્સફર નથી કરી શકતા. હવે આ સમસ્યાનું સમાધાન RBIએ શોધી કાઢ્યું છે. RBIનો પ્રસ્તાવ છે કે તમારા મોબાઈલ વૉલેટને થર્ડ પાર્ટી UPI એપ્લિકેશન જેમ કે Paytm, PhonePe, Google Pay સાથે લિન્ક કરી દેવામાં આવે. આ રીતે તમારું વૉલેટ પણ એક અકાઉન્ટની જેમ કામ કરશે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ એપ્રિલની મોનિટરી પોલિસીની જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે PPI હોલ્ડર્સને વધુ ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે. PPIને થર્ડ પાર્ટી UPI સાથે લિન્ક કરવાની અનુમતિ આપવામાં આવશે, જેનાથી વૉલેટ માંથી પણ બેન્ક અકાઉન્ટની જેમ UPI પેમેન્ટ કરી શકાશે.

સામાન્ય જનતાને થશે આ રીતે ફાયદો

અહેવાલો મુજબ, RBIની આ ભેટથી સામાન્ય જનતાને મોટાપાયે ફાયદો થવાનો છે. આમ થયા બાદ ગ્રાહકો હવે કોઈપણ UPI એપ દ્વારા કોઈપણ વૉલેટને એક્સેસ કરીને પેમેન્ટ કરી શકશે. તેનો અર્થ એ થયો કે જો તમારી પાસે PhonePe વૉલેટમાં પૈસા છે અને જો તમારે Paytm UPIથી પેમેન્ટ કરો છો તો તમે PhonePe વૉલેટમાં પડેલા પૈસાનો ઉપયોગ પણ કરી શકશે.


  • Follow us on: