દેશની રેગ્યુલેટરી બેંક એટલે કે આરબીઆઇએ એકવાર ફરીથી કડક પગલા લીધા છે. મુંબઇમાં આવેલી ન્યુ ઇન્ડિયા કો ઓપરેટીવ બેંક પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. બેંક ન તો હવે કોઇ લેણદેણ કરી શકશે કે ન કોઇ બેંકમાં પૈસા જમા કરાવી શકશે. આરબીઆઇએ બેંક પર લોન આપવાથી લઇને ડિપોઝીટ લેવા સુધી તમામ પ્રકારના જરૂરી કામો પર આગામી 6 મહિના સુધી રોક લગાવી દીધી છે. આરબીઆઇએ હાલમાં તો બેંકનું લાયસન્સ રદ નથી કર્યુ. એટલે જેના પૈસા આ બેંકમાં છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી.


બેંક છે નુકસાનમાં 

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે તાજેતરના સમયમાં બેંક તરફથી કેટલીક અનિયમિતતાઓને કારણે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBI એ સહકારી બેંકને કોઈપણ રોકાણ કે લોન ન આપવાનો આદેશ પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક છેલ્લા બે નાણાકીય વર્ષથી નુકસાનનો સામનો કરી રહી છે, બેંકના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2024 માં પૂરા થતા નાણાકીય વર્ષમાં બેંકને 227.8 મિલિયન રૂપિયા અને નાણાકીય વર્ષ 2023 માં 307.5 મિલિયન રૂપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે. જે એક વર્ષ પહેલા 13.30 અબજ રૂપિયા હતું. આ સમયગાળા દરમિયાન બેંકમાં કુલ થાપણો 24.06 અબજ રૂપિયાથી વધીને 24.36 અબજ રૂપિયા થઈ ગઈ.

લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી

RBI એ હાલમાં બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ પર ફક્ત 6 મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. RBI એ કહ્યું કે આનો અર્થ એ નથી કે બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. અમે આ મામલાની તપાસ કરીશું. અમે બેંકની સ્થિતિ પર નજર રાખીશું. જરૂર પડ્યે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ 2019 માં, RBI એ નાણાકીય અનિયમિતતાઓને કારણે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લાદ્યો હતો.


  • Follow us on: