- Paytmની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી
- બેંકોને Paytm ગ્રાહકોના ખાતામાં રસ નથી
- Paytmના માલિકે આરબીઆઈના અધિકારીઓ સાથે વાતચીત કરી
પેટીએમની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. પેટીએમની પેરંટ કંપની One97 Communicationsને 29 ફેબ્રુઆરી પછી પેટીએમ બેંકનો સપોર્ટ નહીં કરે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંકને ગમે કોઈપણ પ્રકારની રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે. પેટીએમના માલિક વિજય શંકર શર્માએ કેન્દ્રીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આમાં તેમને પેટીએમ પેમેન્ટસ બેંકને થોડી રાહત આપવા વિનંતી કરી હતી પરંતુ કેન્દ્રીય બેંકના અધિકારીઓએ આ મુદ્દે કોઈપણ પ્રકારની મદદ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો છે.
આ મુદ્દે મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય બેંકના અધિકારીઓએ શર્માને કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંકે આ અંગે બેંકો અને નેશનલ પેમેન્ટ્સ કોઓપરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે વાત કરવી પડશે. મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI NPCI દ્વારા સંચાલિત થાય છે. આરબીઆઈના અધિકારીઓએ શર્માને એમ પણ કહ્યું કે કેન્દ્રીય બેંક આ અંગે કોઈ બેંક સાથે વાત કરશે નહીં.













