- તેઓના નેતૃત્વની ઓળખ છે: પીએમ મોદી
- ગ્લોબલ ફાયનાન્સ મૅગેઝિનમાં "A+" રેટિંગમાં આરબીઆઈના ગવર્નરનો સમાવેશ થયો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈ ગવર્નરને શુભેચ્છા આપી
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે પણ ગ્લોબલ કેન્દ્રીય બેંક હેડમાં “A+” રેટિંગ અપાયું છે. વડાપ્રધાન મોદીએ ગવર્નરની પ્રશંસા કરતા કહ્યું કે આ તેઓના નેતૃત્વની ઓળખ છે અને તેઓને આ સન્માન માટે શુભેચ્છા પાઠવી હતી.
ગ્લોબલ ફાયનાન્સ મૅગેઝિનમાં "A+" રેટિંગ ધરાવનાર માત્ર ત્રણ કેન્દ્રીય બેંક ગવર્નર RBI ગવર્નર શક્તિકાંત દાસ, ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટલ થોમસન અને સ્વિટર્ઝલેન્ડના થોમસ જોર્ડન હતા. ત્યારબાદ બ્રાઝિલના રોબર્ટો કેંપોસ નેટો, ચિલીના રોસન્ના કોસ્ટા, મોરેશિયસના હરવેશ કુમાર સીગોલમ, મોરક્કોના અબ્દેલતીફ જૌહરી, સાઉથ આફ્રિકાના લેસેતજા કગન્યાગો, શ્રીલંકાના નંદલાલ વીરસિંઘે વિયેતનામના ગુયેનથી હોંગને "A" રેટિંગ મળ્યું છે.
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે "RBI ગવર્નરને આ સિદ્ધિ માટે અભિનંનદ અને તે પણ બીજીવાર. આ RBIમાં તેઓની નેતૃત્વ અને આર્થિક વિકાસ અને સ્થિરતા નક્કી કરવાની દિશ્માં તેઓના કામની ઓળખ છે."
શક્તિકાંત દાસને રેટિંગ ગ્લોબલ ફાયનાન્સ મૅગેઝિન દ્વારા અપાયું છે. જેને પોતાના Central Banker Report Card 2024માં કેન્દ્રીય બેંક ગવર્નરને રેટિંગ આપ્યું છે. મૅગેઝિન દ્વારા "A+", "A" અથવા "A-"ના ઉચ્ચત્તમ ગ્રેડ પ્રાપ્ત કરનાર ગવર્નરોના નામ જાહેર કરાયા હતા. આ મૅગેઝિન યુરોપિયન સંઘ, પૂર્વ કેરેબિયન કેન્દ્રીય બેંક, મધ્ય આફ્રિકા રાજ્યોની બેંક અને પશ્ચિમ આફ્રિકી રાજ્યોની કેન્દ્રીય બેંકની સાથે આશરે 100 દેશો, ક્ષેત્રો અને જિલ્લાની કેન્દ્રીય બેંક ગવર્નરોને ધ્યાનમાં રાખે છે.
રેંકિંગ કઈ રીતે નક્કી થતી હોય છે?
આ મૅગેઝિન મોંઘવારી પર કાબૂ, આર્થિક વિકાસ ટાર્ગેટ, નાણાકીય સ્થિરતા અને વ્યાજ દર મેનેજમેન્ટમાં સફળતા દરના આધાર પર "A+"થી "AF" ગ્રેડ સુધીની રેંકિંગ આપતી હોય છે. ગ્લોબલ ફાયનાન્સના સંસ્થાપક અને તંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય બેંકોએ ગત કેટલાક વર્ષોમાં મોંઘવારી વિરુદ્ધ એક્શન લીધું છે. જેમાં તેઓએ વ્યાજદરનો મુખ્ય હથિયારની રીતે ઉપયોગ કર્યો છે.










