• 7 ઓક્ટોબર સુધીમાં બદલી સકાશે 2000 રૂપિયાની નોટ
  • RBIની 19 શાખામાં જ નોટ બદલી શકાશે
  • 8 ઓક્ટોબર પછી 2000ની નોટ જમા કરી શકાશે નહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2,000ની નોટો બદલવાની મંજૂરી વધારી દીધી છે. મળતી માહિતી મુજબ હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પહેલા આ તારીખ આજ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી જ હતી. આરબીઆઈએ કહ્યું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 96 ટકા નોટો બેંકમાં પાછી આવી છે. 7 ઓક્ટોબર પછી RBIની 19 શાખાઓમાં જ 2000ની નોટ જમા થશે.

7 ઓક્ટોબર સુધીમાં બદલી સકાશે 2000 રૂપિયાની નોટ

[[$googlead]]

2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી હતી જેમાં હવે RBI લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. RBIએ 2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 07 ઑક્ટોબર 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. RBI એ 19 મે, 2023 માં 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને 30 સપ્ટેમ્બર, 2023 પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે 7 દિવસનો વધારો કર્યો છે.

[[$alsoread]]

8 ઓક્ટોબર પછી 2000ની નોટ જમા કરી શકાશે નહીં

RBIએ દેશની સૌથી મોટી ચલણી નોટ એટલે કે રૂ. 2,000ની નોટને બંધ કરવાની જાહેરાત કરી અને તેને ચલણમાંથી બહાર કાઢી. બજારમાં હાજર આ નોટોને પરત કરવાની સુવિધા આપવા માટે, આરબીઆઈએ બેંકો અને કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓ દ્વારા પરત કરવા અથવા બદલવાની તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. જ્યારે સેન્ટ્રલ બેંકે રૂ. 2,000ની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરી હતી, ત્યારે ડેટા રજૂ કરતી વખતે તેણે કહ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધી આરબીઆઈ અનુસાર, રૂ. 3.62 લાખ કરોડની નોટો ચલણમાં હતી અને ઓગસ્ટના અંત સુધીમાં 93% નોટો ચલણમાં હતી.

RBIએ 1 સપ્ટેમ્બરે શું કહ્યું ?

1 સપ્ટેમ્બર, 2023 ના રોજ, RBI દ્વારા કહેવામાં આવ્યું હતું કે 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પરત ફરેલી 2,000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.32 લાખ કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ બેંકે સ્પષ્ટપણે આ નોટોને સમયમર્યાદા પછી અમાન્ય જાહેર કરી નથી, પરંતુ તેની 'ક્લીન નોટ પોલિસી'ના ભાગ રૂપે તેને તબક્કાવાર બહાર કરવાનો હેતુ છે. આરબીઆઈએ સંકેત આપ્યો હતો કે રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની સમયમર્યાદા આ નોટોના જથ્થા પર આધાર રાખે છે કે જે બેંકોમાં પરત કરવામાં આવે છે અથવા જમા કરવામાં આવે છે.



  • Follow us on: