આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  સતત ત્રીજી વાર આરબીઆઇ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પણ છ મહિનામાં બે વખત રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારે હવે ત્રીજીવાર ઘટાડો કરતા હોમ લોન, કાર લોન અને અન્ય લોન ધરાવનારને ઇએમઆઇમાં થોડી રાહત મળશે. રેપો રેટ 0.50 બેસિસ પોઇન્ટ ઘટીને 5.5% થયો છે. 


[[$googlead]]

રેપો રેટ હવે 5.5%

મહત્વનુ છે કે 4 જૂનથી શરૂ થયેલી આરબીઆઇની નાણીકીય સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં કેન્દ્રીય બેંકે રાહતના સમાચાર આપ્યા છે. આરબીઆઇએ સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. 0.50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા જે રેપો રેટ 6 ટકા પર હતો તે ઘટીને હવે 5.50 ટકા થઇ ગયો છે.

[[$alsoread]]

અગાઉ બે વખત ઘટાડ્યો હતો રેપો રેટ 

ઉલ્લેખનીય છે કે અગાઉ બે વખત એમપીસીની બેઠક મળી હતી. જેમાં એક વખત 0.25 બેસિસ પોઇન્ટ અને બીજી વાર પણ 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો ગતો. આથી બેંક લોન ધારકો માટે ગૂડ ન્યૂઝ છે. કારણ કે ઇએમઆઇમાં હજી પણ ઘટાડો થશે.

9 એપ્રિલે કરાયો હતો ઘટાડો

મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પણ RBIએ લોનધારકોને મોટી રાહત આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો હતો.. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો હતો..

ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો

ફેબ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઇએમઆઇ ઘટશે

રેપો રેટનું સીધુ કનેક્શન બેંકમાંથી લોન લેનાર ગ્રાહકોને થાય છે. કારણ કે તેનાથી હોમલોનની ઇએમઆઇ સસ્તી થઇ જાય છે. જ્યારે રેપો રેટ વધે ત્યારે ઇએમઆઇમાં વધારો થાય છે.રેપો રેટ એ દર છે જે કોઇ પણ દેશનું કેન્દ્રીય બેંક ધન જ્યારે અછતની સ્થિતિમાં વાણિજ્યિક બેંકોને પૈસા ઉધાર આપે છે. રેપો રેટનો ઉપયોગ મૌદ્રિક અધિકારીઓ દ્વારા ઇન્ફ્લેશન નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

50 લાખની લોન પર કેટલી ઘટશે ઇએમઆઇ

જો તમે 30 વર્ષ માટે 50 લાખની લોન લીધો હોય, તેનું વ્યાજ 9 ટકા આપી રહ્યા હોવ તો મહિને તમારે 40,231 રૂપિયા હપ્તો આવે. હવે આરબીઆઇ 0.50 ટકાનો રેપો રેટમાં ઘટાડો કરે છે તો આ ઇએમઆઇ ઘટીને 38446 રૂપિયા થઇ જાય. આથી મહિને ઇએમઆઇમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો થાય.

રેપો રેટમાં ઘટાડાનું કારણ ? 

આરબીઆઈ આ વખતે પણ તેના રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે.   આનું એક વાજબી કારણ છે. દેશમાં સરેરાશ છૂટક ફુગાવાનો દર 4 ટકાથી નીચે રહે છે. જે આરબીઆઈના લક્ષ્યાંક અનુસાર છે તેથી સતત ત્રીજી વખત નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ યુદ્ધ પછી ત્યાં આયાત કર વધ્યો છે. ભારત જેવા નિકાસ અર્થતંત્ર માટે આ થોડું નુકસાનકારક છે.

શું થશે ફાયદો ? 

આવી સ્થિતિમાં આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી દેશમાં મૂડીનો ખર્ચ ઘટશે. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વિકાસ કરવામાં મદદ મળશે. બજારમાં રોકડ પ્રવાહ વધવાને કારણે દેશમાં સ્થાનિક માંગ પણ વધશે, જે હાલમાં અર્થતંત્ર માટે જરૂરી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળના છ સભ્યોના એમપીસીએ પણ એપ્રિલમાં જ પોતાનું નીતિગત વલણ બદલ્યું હતું.

  • Follow us on: