RBI MPC એ 56 મહિના પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ રેપો રેટ ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં આ ઘટાડાને કારણે સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

5 વર્ષ બાદ કર્યો ઘટાડો 

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. રેપો રેટમાં આ ઘટાડો 25 બેસિસ પોઈન્ટનો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે 6.25 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં આ ઘટાડો 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે. આ પહેલા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મે 2020 માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. જોકે તે પછી ધીમે ધીમે તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું. છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

https://twitter.com/ANI/status/1887723208230748317

વૈશ્વિક અર્થતંત્ર પડકારોનું કરી રહ્યું છે સામનો- RBI ગર્વનર

RBI ગર્વનરે કહ્યું કે બેઠકમાં આર્થિક વિકાસ પર ચર્ચા થઈ. અમે બેઠકમાં નિર્ણય લીધો છે કે રેપો રેટ ઘટાડવામાં આવી રહ્યો છે. હવે રેપો રેટ 6.50 થી ઘટાડીને 6.25 કરવામાં આવી રહ્યો છે. રેપો રેટમાં ઘટાડા બાદ, તમારી લોનની EMI હવે ઓછી થશે. RBI ગર્વનરે કહ્યું કે વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ફુગાવો પણ વધી રહ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક દ્વારા પણ દરોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ભૂ-રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતીય રૂપિયો હાલમાં દબાણ હેઠળ છે. રિઝર્વ બેંક સામે ઘણા મોટા પડકારો છે.

https://twitter.com/ANI/status/1887728391857840642

તમારા હોમ લોન EMI પર કેવી અસર કરશે?

જો કોઈએ 20 વર્ષ માટે 8.5 ટકાના વ્યાજ દરે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય અને જો RBI 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરે છે, તો તેનો EMI ઘટશે, જેમ કે 8.5 ટકાના જૂના વ્યાજ દરે, EMI 43,391 રૂપિયા હોવો જોઈએ, અને વ્યાજ દરમાં ઘટાડા પછી, 8.25 ટકાના નવા વ્યાજ દર 42,603 ​​રૂપિયા થશે, જેના પરિણામે દર મહિને 788 રૂપિયા અને વર્ષમાં 9,456 રૂપિયાની બચત થશે. જો તમે 12 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની કાર લોન લીધી હોય, તો તમારે જૂના EMI પર 11,282 રૂપિયા ચૂકવવા પડશે, જો ઘટાડો થાય છે, તો કાર લોનનો નવો EMI 11,149 રૂપિયા થશે. જેમાં દર મહિને 133 રૂપિયા અને વર્ષમાં 1596 રૂપિયાની બચત થશે.