RBIએ લોનધારકોને મોટી રાહત આપી છે.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો છે. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો છે.  આ સાથે, RBI તેનો નાણાકીય નીતિ અહેવાલ પણ બહાર પાડશે, જેમાં તે આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્યની નીતિઓની રૂપરેખા રજૂ કરશે.

લોનધારકો માટે સારા સમાચાર

રેપો રેટ ઘટતાં તમામ પ્રકારની લોન થશે સસ્તી
હોમલોન, ઓટોલોન, પર્સનલ લોન થશે સસ્તી
ફુગાવાના દરને જોતાં રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો

ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો 
આ બેઠક નાણાકીય વર્ષ 2025-26 (FY26) ની પ્રથમ MPC બેઠક છે. ઓક્ટોબર 2024 થી, RBI ધીમે ધીમે તેની નીતિઓને હળવી કરી રહ્યું છે - જેમ કે દરમાં ઘટાડો, નીતિગત વલણ બદલવું, તરલતા સપોર્ટ અને વિનિમય દરને લવચીક રાખવો. ફેબ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

  • Follow us on: