2025માં હોમ લોન લેનારાઓ માટે એક શાનદાર વર્ષ બનવાનું છે જેની શરૂઆત RBI દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી થઈ હતી. હવે સેન્ટ્રલ બેંકે વધુ 25 બેસિસ પોઈન્ટ રેટ ઘટાડાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે હોમ લોન લેનારાઓ, ખાસ કરીને ફ્લોટિંગ-રેટ હોમ લોન ધરાવતા લોકો આગામી દિવસોમાં તેમના EMI માં નોંધપાત્ર ઘટાડો જોશે.


 EMI કેટલી ઘટશે? 

આરબીઆઈ ગવર્નરે નાણાકીય નીતિના વલણને તટસ્થથી અનુકૂળ બનાવવાનું જાહેર કર્યું. વલણમાં ફેરફારને કારણે, હોમ લોન લેનારાઓને ભવિષ્યમાં રેપો રેટમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને પરિણામે, તેમની હોમ લોન પર વ્યાજ ઘટી શકે છે. જોકે આરબીઆઇની જાહેરાત બાદ સવાલ એ થાય કે રેપો રેટ ઘટવાથી ઇએમઆઇમાં કેટલી રાહત મળશે. આમ તો દરેક બેંકોના વ્યાજ દર અલગ અલગ હોય છે પરંતુ આપણે એસબીઆઇની જો વાત કરીએ તો,

SBI હોમલોનનો વ્યાજ દર 8.25 ટકા છે. હવે આરબીઆઇએ 0.25 ટકાનો ઘટાડો કર્યો એટલે હવે 8 ટકા. એવામાં ત્યારે આપણે 50 લાખ, 75 લાખ અને 90 લાખની 20 વર્ષ માટે ઇએમઆઇ પર કેટલી રાહત મળશે તે વિશે વાત કરીએ.

50 લાખની હોમલોન પર કેટલો EMI ઘટશે ?

ધારો કે તમે SBI પાસેથી 20 વર્ષ માટે 8.25 ટકાના વ્યાજ દરે 42,603 ​​રૂપિયાના EMI પર 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હવે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ વ્યાજ દર ઘટીને 8 ટકા થઈ જશે. જેના પર તમારે હવે 41,822 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. એટલે કે તમારા EMIમાં 781 રૂપિયાનો ઘટાડો થશે. આનો અર્થ એ થયો કે 20 વર્ષમાં તમને હોમ લોન પર 1,87,440 રૂપિયાનો ફાયદો મળશે.

75 લાખની હોમલોન પર કેટલો EMI ઘટશે ?

 હાલમાં 8.25 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન પર ચૂકવવાનો EMI રૂ. 63,905 છે. પરંતુ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા પછી, 8 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે, જેના પર 62,733 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે હવે તમારે દર મહિને 1172 રૂપિયા ઓછો થશે. 20 વર્ષમાં, તમારી કુલ બચત 2,81,280 રૂપિયા થશે.

90 લાખની હોમલોન પર કેટલો EMI ઘટશે ?

જો તમે 20 વર્ષ માટે 90 લાખ રૂપિયાની હોમ લોન પર 8.25 ટકાના દરે 76,686 રૂપિયાનો EMI ચૂકવી રહ્યા છો. હવે તમારી લોન EMI ઘટી શકે છે. RBI એ રેપો રેટ ઘટાડ્યો છે અને હોમ લોન પર વ્યાજ દર 8 ટકા રહેશે. જે પછી તમારી હોમ લોનની EMI ઘટીને રૂ. 75,280 થઈ જશે. આનો અર્થ એ કે તમને 1406 રૂપિયાનો નફો થશે. આનો અર્થ એ કે તમે 20 વર્ષમાં 3,37,440 રૂપિયા બચાવશો.


  • Follow us on: