- આ અઠવાડિયું ભારત માટે ખૂબ વોલેટાલિટીથી ભરેલું રહ્યું છે
- દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 74.91 અબજ ડોલરની ઉંચાઈએ પહોંચ્યો
- અગાઉ આરબીઆઈએ રિપોર્ટ જાહેર કર્યો હતો
આ અઠવાડિયું ભારત માટે ખૂબ વોલેટાલિટીથી ભરેલું રહ્યું છે. પાંચમી ઓગસ્ટે માર્કેટમાં આવેલા ઘટાડાને લઈ રિકવરી સુધીના પ્રવાસ રોકાણકારો માટે ખૂબ વિશેષ રહ્યો છે. હજી સંપૂર્ણ રિકવરી નથી થઈ શકી.આ દરમિયાન આરબીઆઈના રેપો રેટમાં ફેરબદલ ન કરવાના મોટા ખબર આવ્યા. હવે આરબીઆઈએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ભારતના વિદેશી હૂંડિયામણને લઈ મોટી વાત જણાવી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર બે ઓગસ્ટના સમાપ્ત અઠવાડિયામાં 7.53 અબજ ડોલર વધીને 674.91 અબજ ડોલરની નવી રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયું છે
RBI બેંકે શું કહ્યું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે અગાઉ 26 જુલાઈના રોજ પૂરા થતા સપ્તાહમાં કુલ વિદેશી મુદ્રા ભંડાર 3.47 બિલિયન ડોલર ઘટીને 667.38 બિલિયન ડોલર થઈ ગયો હતો. જ્યારે 18 જુલાઈના રોજ તે 670.85 બિલિયન ડોલરના સર્વોચ્ચ સ્તરે હતું. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ચલણ ભંડારનો મહત્વનો ભાગ ગણાતી વિદેશી ચલણ અસ્કયામતો 2 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.16 બિલિયન ડોલર વધીને 592.03 ડોલર બિલિયન થઈ ગઈ છે.
ગોલ્ડ રિઝર્વમાં તેજી આવી
અમેરિકન ડોલરના સંદર્ભમાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન અમેરિકી ચલણની વધઘટનો પ્રભાવ સામેલ હોય છે. રિઝર્વ બેંકે જણાવ્યું કે, આ અઠવાડિયા દરમિયાન ગોલ્ડ ભંડારનું મૂલ્ય 2.40 અબજ ડોલરથી વધી 60.09 અબજ ડોલક થઈ ગયો છે.
અગાઉ આરબીઆઈએ રિપોર્ટ જાહેર કર્યો હતો
આરબીઆઈની તરફથી જાહેરા આંકડાઓ પ્રમાણે માર્ચ-2019 અને માર્ચ-2024ની વચ્ચે ભારતના ઘરેલું ગોલ્ડ રિઝર્વ 40 ટકાનો વધારો થયો હતો. આ દરમિયાન ટોટલ ગોલ્ડ રિઝર્વમાં 34 ટકાનો વધારો આવ્યો છે. આ વર્ષના અંત સુધી આરબીઆઈની પાસે કુલ 822 ટન સોનું હતું, જેમાંથી 408 ટન મેટ્રિક ટન સોનું દેશની અંદર રાખ્યું છે. કુલ સોનાનો ભંડાર માર્ચ-2019ના અંત સુધી 612 ટન હતો, જ્યારે ઘરેલું સ્તરે 292 ટન સોનું રાખવામાં આવ્યું હતું. ગત વર્ષના સપ્ટેમ્બરના અંતમાં વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાની ભાગીદારી 7.37 ટકાથી વધીને માર્ચ-2024ના અંતમાં 8.15 ટકા થઈ ગઈ હતી.