ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ફરી એક વખત ઘટાડો કર્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટને 50 બેઝ પોઈન્ટ ઓછો કરવાનો નિર્ણય લીધો છે, જેના પછી રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5 ટકા પર આવી ગયો છે. આવો તમને જણાવી દઈએ કે આની અસક FDની કમાણી પર પડશે કે નહીં? અને દેશની મોટી બેંકો FD પર કેટલુ વ્યાજ ઓફર કરી રહી છે.  

RBIએ દેશની ઈકોનોમીને મજબૂત બનાવવા માટે, લોકોને વધારે ખર્ચ કરવા માટે પ્રેરિત કરવા માટે આ વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ સાથે RBIએ CCRમાં 1 ટકાનો ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી 2025 પછી જ્યારથી રેપો રેટમાં ઘટાડો થયો ત્યારથી દેશના મોટી સરકારી, પ્રાઈવેટ બેંકોએ FD પર વ્યાજદર ઘટાડી દીધો છે. એવામાં એક્સપર્ટની માનો તો રેપોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યા પછી પણ બેક FD પર મળનારુ વ્યાજ આપી શકે છે. 

FDમાં થયો આટલો ઘટાડો

SBI ના રિસર્ટ રિપોર્ટ પ્રમાણે, ફેબ્રુઆરી 2025થી લઈને અત્યાર સુધીમાં FDમાં 30 થી 70 બેઈઝ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ફિક્સ ડિપોઝિટમાં ઘટાડાની સાથે-સાથે બેંક સેવિંગ અકાઉન્ટ્સ પરના વ્યાજદરોમાં પણ ઘટાડો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંકોએ બચતખાતાઓમાં વ્યાજદર પહેલેથી જ 2.70% ના ઓછા દરે ઘટાડી દીધો છે. એક્સપર્ટનું માનવુ છે કે આવનારા દિવસોમાં FD પર મળનાર વ્યાજદરમાં પણ ઘટાડો જોવા મળશે.