• યુપીની બનારસ મર્કેન્ટાઈલ સહકારી બેંક બંધ કરવાનો આરબીઆઈનો નિર્ણય
  • આરબીઆઈએ કહ્યું આ બેંક પાસે પૂરતી મૂડી અને કમાણી શક્યતા નથી
  • ગત મહિને પણ યુપીની એક બેંકનું લાયસન્સ રદ્દ થયું હતું


 જો તમારું બેંક એકાઉન્ટ બનારસ મર્કેન્ટાઈલ સહકારી બેંક વારાણસીમાં છો તે આ ખબર તમારી માટે ખૂબ જરૂરી છે. આરબીઆઈએ બનારસ મર્કેંન્ટાઈલ સહકારી બેંક વારાણસીની કથળડી નાણાકીય સ્થિતિને લીધે તેનું લાયસન્સ રદ્દ કરી નાખ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરબીઆઈએ લાયસન્સ કેન્સલ કરતા જણાવ્યું કે પરિણામે બેંક ચાર જુલાઈથી કારોબારી સમય પછી બેંકિંગ કારોબાર બંધ કરી ચુક્યો છે. ઉત્તર પ્રદેશની સહકારિતા પંચ અને સહકારી સમિતિઓના રજિસ્ટ્રારે પણ બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિયુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે.

સંપૂર્ણ ડિપોઝિટ રકમ મેળવવા માટે હકદાર

મળતી માહિતી અનુસાર, દેશની કેન્દ્રીય બેંક (RBI)એ કહ્યું કે બેંક દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, 99.98 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)પાસેથી મેળવવા માટે હકદાર છે. લિક્વિડેશન પર, દરેક થાપણદાર DICGC તરફથી તેમની થાપણો પર 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે. આરબીઆઈએ કહ્યું કે કો-ઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. તેનું ચાલુ રાખવું તેના થાપણદારોના હિતમાં નથી.

 

બેંક પૈસા જમા કરનારને પૂર્ણ રકમ આપવામાં નિષ્ફળ

રિઝર્વ બેંકે જણાવ્યું કે પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિને લીધે બેંક પોતાના પૈસા જમા કરનાર લોકોને પૂરતી ચુકવણી નહીં કરી શકે. ડીઆઈસીજીસીએ 30 એપ્રિલ સુધી બેંક સંબંધિત પૈસા જમા કરાવનારઓને મળેલી વિનંતી પર જોગવાઈ પ્રમાણે કુલ રકમ જમામાંથી 4.25 કરોડ રૂપિયાની ચુકવણી પહેલા જ કરી દીધી હતી.

ગત મહિને આ બેંકનું પણ લાયસન્સ રદ્દ થયું હતું

ભારતીય રિઝર્વ બેંકે જૂન-2024માં યુપીના ગાઝીપુરમાં આવેલી પૂર્વાંચલ સહકારી બેંકનું લાયસન્સ રદ્દ કર્યું હતું. પૂર્વાંચલ સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની શક્યતા નહિ હોવાથી આરબીઆઈએ પગલું ભર્યું હતું. આરબીઆઈએ જણાવ્યું કે જો બેંકના આગળ પણ બેંકિંગ કારોબાર ચાલુ રાખવાની મંજૂરી અપાશે તો આ જનહિત પર વિપરિત અસર થશે.


  • Follow us on: