• ભારતીય રિઝર્વ બેંકે બેંકોમાં રોકણ ચુકવણી સેવાના માપદંડ વધી કડક બનાવ્યા
  • આરબીઆઈએ ડોમેસ્ટિક મની ટ્રાંસફર સંબંધિત માળખામાં ફેરફાર કર્યો
  • આગામી પહેલી નવેમ્બરથી આ નવા નિયમ લાગુ થઈ જશે

ભારતીય રિઝર્વે બેંકે બેંકમાં રોકણ ચુકવણી સેવા એટલે કે કેશ પેમેન્ટ સર્વિસ સાથે સંકળાયેલ માપદંડને આકરા કરી દીધા છે. આનાથી ધિરાણ કરનાર અને મેળવનારનો રેકોર્ડ રાખવો જરૂરી છે. આ રોકણ પેમેન્ટથી મતલબ બેંક ખાતાઓમાંથી એવા લાભાર્થીઓને રકમ ટ્રાંસફર કરવાની વ્યવસ્થાથી છે જેનું બેંક ખાતું નથી. મળતી માહિતી મુજબ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ ડોમેસ્ટિક મની ટ્રાંસફર સાથે સંબંધિત પોતાના ઑક્ટોબર-2011ના માળખામાં પરિવર્તન લાવ્યું છે.

પહેલી નવેમ્બરથી નવા નિયમ લાગુ
મળતી માહિતી મુજબ નવા નિયમો આગામી પહેલી નવેમ્બર-2024થી લાગુ થઈ જશે. રોકડ ચુકવણી સેવા માટે સંશોધન કરાયેલા માળખામાં કહેવાયું છે કે મોકલનાર બેંક લાભાર્થીના નામ અને સરનામાનો રેકોર્ડ મેળવવો અને રાખવો. રોકડ ચુકવણી સેવાને લઈ આરબીઆઈએ કહ્યું કે મોકલનાર, પોતાના ગ્રાહકને કેવાયસી નિર્દેશ પ્રમાણે ફોનથી પ્રમાણિત કરી શકે છે.

દરેક લેણ-દેણને એએફએ દ્વારા માન્ય કરવી જોઈએ
નવા માપદંડમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેળવનાર દ્વારા કરવામાં આવેલ તમામ લેવડ-દેવડને પ્રમાણિત એએફએ દ્વારા માન્ય કરવામાં આવી જોઈએ. આરબીઆઈએ કહ્યું કે આ સિવાય મોકલનાર બેંકને આઈએમપીએસ અથવા એનઈએફટી લેવડ-દેવડ સંદેશના ભાગના રૂપમાં મોકલનારની વિગત સામેલ કરવી જોઈએ. જો કે આમાં કાર્ડ ટુ કાર્ડ ટ્રાંસફર સંબંધિત ગાઈડલાઈનને માળખાની રેંજથી બહાર રખાયું છે.
  • Follow us on: