સ્થાનિક શેરબજારમાં હોબાળો છે, સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. પરંતુ અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર સોમવારે 7%થી વધુ વધીને રૂ. 345.40 પર પહોંચ્યો હતો. છેલ્લા સાડા ચાર વર્ષમાં કંપનીના શેરમાં 3600% થી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂ.9 થી વધીને રૂ.340 થયા છે. રિલાયન્સ ઈન્ફ્રાનો શેર તેની 52 સપ્તાહની ટોચની ખૂબ નજીક પહોંચી ગયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 350.90 છે.
રૂ. 780 કરોડનો આર્બિટ્રેશન કેસ જીત્યો
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 780 કરોડના આર્બિટ્રેશન કેસમાં જીતી ગઈ છે. રિલાયન્સ ઇન્ફ્રાના એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સ્થિત દામોદર વેલી કોર્પોરેશનની સાથે એક વિવાદમાં કંપનીના પક્ષમાં 780 કરોડ રૂપિયાનું આર્બિટ્રેશનનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો. રિલાયન્સ ઇન્ફ્રા સ્ટ્રક્ચરમાં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં 1200 મેગાવોટનો થર્મલ પાવર લગાવા માટેનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો. આ કોન્ટ્રાક્ટ 3750 કરોડ રૂપિયાનો હતો. આ પ્રોજેક્ટ વિવાદો અને અન્ય કારણોસર વિલંબિત થયો હતો અને દામોદર વેલી કોર્પોરેશને તેના માટે રિલાયન્સ ઇન્ફ્રા પાસેથી નુકસાની માંગી હતી.
1 ઓક્ટોબરે બોર્ડની બેઠક
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 1 ઓક્ટોબર, મંગળવારના રોજ બેઠક મળી રહી છે, જેમાં ભંડોળ એકત્ર કરવા અંગે વિચારણા કરવામાં આવશે. કંપની પ્રેફરન્શિયલ ઈશ્યુ, ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ, રાઈટ્સ ઈશ્યુ અથવા ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરી શકે છે.
શેરમાં 3600% થી વધુનો ઉછાળો
છેલ્લા સાડા ચાર વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 3600% થી વધુનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 27 માર્ચ, 2020ના રોજ રૂ. 9.20 પર હતો. 30 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના શેર 345.40 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 1400% થી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 2 વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં 150% થી વધુનો વધારો થયો છે.
માત્ર 4 મહિનામાં રોકાણકારોને કરાવ્યો નફો
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં રોકાણકારોના નાણાં માત્ર 4 મહિનામાં બમણા થઈ ગયા છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 31 મે, 2024ના રોજ રૂ. 166.45 પર હતા. 30 સપ્ટેમ્બર 2024ના રોજ કંપનીના શેર 345.40 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 65 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 350.90 છે. જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂ. 143.70 છે.