એશિયાના દિગ્ગજ કારોબારી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 37 લાખ લોકોને આજે દિવાળઈની ગીફ્ટ આપશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાત વર્ષ પછી ફરીથી બોનસ શેર આપવા જઈ રહ્યા છે. તેઓએ આજે 28 ઑક્ટોબરે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. મુકેશ અંબાણી આ વર્ષે યોજાયેલી એજીએમમાં કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક શેર પર એક બોનસ શેર યોગ્ય રોકાણકારોને આપશે. જાણીએ કોણે મળે આ બોનસ શેર..
આજે રેકોર્ડ ડેટ છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેરબજારને જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને દરેક શેર પર એક શેર બોનસ આપવામાં આવશે. પાત્રતા નક્કી કરવા માટે, કંપનીએ સોમવાર, ઑક્ટોબર 28, 2024ને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી હતી. એટલે કે જેનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તે જ રોકાણકારોને દરેક શેર માટે એક શેર મફતમાં મળશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે, તો આ સમાચાર તમારા માટે સારા સમાચારથી ઓછા નથી. કારણ કે બોનસ શેર મળવાથી તમારા રોકાણની રકમ બમણી થઈ જશે.
7 વર્ષ અગાઉ પણ બોનસ શેર અપાયા હતા
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આજથી 7 વર્ષ પહેલા શેરધારકોને બોનસ શેરની ભેટ આપી હતી. બીએસઈ પર રહેલી માહિતી અનુસાર, કંપનીએ વર્ષ-2017માં બોનસ શેર આપ્યા હતા. ત્યારે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દરેક શેર માટે બોનસ તરીકે એક શેર આપ્યો હતો. વર્ષ-2009માં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક શેર પર એક શેર બોનસ આપ્યું હતું.
સ્ટોકની સ્થિતિ શું છે?
રિલાયન્સના શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો, કંપનીના શેર ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયા 2,656.30 પર બંધ થયા હતા. સ્ટોકના પ્રદર્શન વિશે વાત કરીએ તો, HDFC સિક્યોરિટીઝે તેના ADD રેટિંગ સાથે RIL પર રૂપિયા 3,350નો ટાર્ગેટ રાખ્યો છે. નોમુરાએ RILને રૂપિયા 3,450નો ટાર્ગેટ આપ્યો છે અને તેને બાય રેટિંગ પણ આપ્યું છે.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.